એક્ટ્રેસને રસ્તામાં આંતરીને ત્રણ શખ્શે કરી જાતિય સતામણી, જાણો વિગત
અભિનેત્રીએ કાનહીઆ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે ઇન્દ્રમણી સાહુ અને તેના બે દીકરા પર જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ તેના વાહનને પણ નુકસાન પહોંચાડ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંગુલઃ ઓડિશાની જાણીતી અભિનેત્રી ઉસાસી મિસ્રાએ ત્રણ લોકોએ પર જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો છે. ઉસાસી અંગુલ જિલ્લાના દેરંગમાં જાત્રા શો માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી છે.
આ મામલે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું કે, તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી. આરોપીઓએ મારા કપડા ફાડી નાંખ્યા. જોકે મેં તેમનો પ્રતિકાર કર્યો અને મારી જાતને બચાવી લીધી. તેણે પોસ્ટમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. જોકે બાદમાં અભિનેત્રીએ આ પોસ્ટ હટાવી દીધી હતી.
આ મામલે કાનહીના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને ફરિયાદ મળી છે અને આ મામલે તપાસ ચાલુ છે. પલહારા SDPOના જણાવ્યાનુસાર અભિનેત્રી જ્યારે પરફોર્મન્સ કરવા માટે સ્થળ પર પહોંચી ત્યારે ગામના લોકોએ તેને ધક્કે ચડાવી હતી અને ટોળામાંથી કોઈએ તેના પર હુમલો કર્યો હતો.
જોકે અભિનેત્રીએ પર હુમલો થતાં તેણે માર મારનારને સામી થપ્પડ મારી દીધી હતી. બાદમાં ગામલોકોએ થિએટર શો કરવાની ના પાડી દીધી હતી. જોકે બાદમાં ઘટનાસ્થળ પર પોલીસે આવીને ટોળાને શાંત પાડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -