જોકે તેની તબિયને લઈને સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ મીડિયા અહેવાલ અનુસાર તેઓ હૃદય અને ફેફસા સાથે જોડાયેલી બીમારી સામે ઝઝુમી રહ્યા છે. ફેફસા સાથે જોડાયેલી સમસ્યા તેમને ઘણા વર્ષ પહેલા થઈ હતી પરંતુ આ વખતે તે વધી ગઈ છે.
સ્પોર્ટબોયે પોતાના રિપોર્ટમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કહ્યું કે વિદ્યાને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ આ માટે તેના સંબંધીઓ સહમત થયા નહીં. વિદ્યા સિન્હાના કામની વાત કરીએ તો તેઓ રજનીગંધા, તુમ્હારે લિયે, છોટી સી બાત, મુક્તિ, ઈનકાર, સ્વયંવર, મગરુર અને સફેદ જૂઠ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.