નવી દિલ્લી: પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકના સર્મથનમાં પાકિસ્તાનના મૂળ અદનાન સામીએ જે ટ્વીટ કર્યા તેના લીધે તેના વિરોધનો સામનો કરવો પડ્યો છે. અદનાન સામીએ ટ્વીટર પર ભારતીય સેનાને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ તેણે પાકિસ્તાનનું નામ પણ લીધું ન હતું.

અદનાન સામીના ટ્વીટ સામે આવતા પાકિસ્તાની ફેંન્સ ગુસ્સે ભરાયા હતા, તેઓએ અદનાન નામ પર જુદા-જુદા ટ્વીટ કરી તેને ગાળો આપી હતી. બાદમાં અદનાન સામીએ ફરિવાર ટ્વીટ કરી કહ્યું પાકિસ્તાની મારા પ્રથમ ટ્વીટ થી નારાજ છે, તેનો ગુસ્સો દર્શાવી રહ્યો છે કે પાકિસ્તાન અને આતંકવાદ એક છે.

અદનાન સામી મૂળ પાકિસ્તાની છે, પરંતુ તેને 2015માં ભારતીય નાગરિકતા મળી છે, હાલ તે ભારતીય છે.