Flyboarding Viral Video: ઉનાળાની ઋતુમાં પાણીને લગતી એડવેન્ચર સ્પોર્ટ્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. સ્કુબા ડાઈવિંગથી લઈને રિવર રાફ્ટિંગ અને કેયકિંગથી લઈને ફ્લાયબોર્ડિંગ સુધીના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જે પણ આ વીડિયો જુએ છે તે પણ આ એડવેન્ચર સ્પોર્ટ્સની મજા લેવા માંગે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


જો તમે એડવેન્ચર સ્પોર્ટ્સ જોવાના કે કરવાના શોખીન છો તો તમને આ વીડિયો ચોક્કસ ગમશે. ફ્લાયબોર્ડિંગનો એક ફની અને રોમાંચક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફ્લાયબોર્ડિંગને પ્લેનની રીતે ઉડાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી દરેકના મનમાં ચોક્કસપણે ફ્લાયબોર્ડિંગ કરવાની ઈચ્છા થશે.


આ સાહસિક રમત મનોરંજક છે!
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મસ્તીભરી રીતે ફ્લાયબોર્ડિંગ કરી રહ્યો છે. ફ્લાયબોર્ડિંગની સાથે આ વ્યક્તિ પાણીમાં સ્ટંટ પણ કરી રહ્યો છે. વીડિયોમાં આપેલા કેપ્શન પ્રમાણે આ ફ્લાયબોર્ડિંગ વીડિયો ચીનનો છે. આ વીડિયોમાં જે વ્યક્તિ ફ્લાયબોર્ડિંગ કરી રહ્યો છે તે ફ્લાયબોર્ડને વિમાનની જેમ સીધું ઉડાવી રહ્યો છે. ત્યાર બાદ હવામાં ગુલાંટ પણ લગાવે છે. આ વીડિયો કોઈ પણ વ્યક્તિને આશ્ચર્યમાં મુકી શકે છે.




ફ્લાયબોર્ડિંગનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો beautifuldestinations નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ફ્લાયબોર્ડિંગનો આ વીડિયો ચીનના ઝુહાઈ શહેરનો છે. ઝુહાઈ દરિયાકાંઠાનું સ્થળ છે જે તેના ગોલ્ફ રિસોર્ટ્સ, મનોરંજક થીમ પાર્ક્સ અને પર્લ નદી ડેલ્ટાની નજીકના સુંદર ટાપુઓ માટે જાણીતું છે.


ફ્લાયબોર્ડિંગનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને 90 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સાથે જ લોકો વીડિયો પર સતત રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હું પણ આ એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માંગુ છું.' અન્ય એક યુઝરે લખ્યું કે, આ અલગ લેવલનું એડવેન્ચર છે.