Shraddha Walkar Murder Case: દિલ્હીના Shraddha Walkar મર્ડર કેસએ બધાને ચિંતામાં મૂકી દીધા છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ આ કેસના આરોપી આફતાબ પૂનાવાલા વિશે એક જોરદાર ટ્વીટ કર્યું છે.






હાલમાં શ્રદ્ધા વોકરના મર્ડર કેસના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધાની હત્યા તેના પાર્ટનર એટલે કે બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ કરી હતી. આટલું જ નહીં બાદમાં આફતાબે શ્રદ્ધા વોકરના મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં મૂકી દીધા અને બાદમાં દિલ્હીના મહેરૌલીના જંગલોમાં એક પછી એક ફેંકવાનું શરૂ કર્યું. હવે બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ આ મામલે મોટું ટ્વીટ કર્યું છે.


 




રામ ગોપાલ વર્માએ આ ટ્વીટ શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર કર્યું હતું


શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર પોતાનો અભિપ્રાય રાખતા બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનેક ટ્વિટ કર્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે- શાંતિથી આરામ કરવાને બદલે તેને (શ્રદ્ધા વોકર) એક આત્મા તરીકે પરત  આવવું જોઈએ અને તેના (આફતાબ પૂનાવાલા)ના 70 ટુકડા કરી દેવા જોઈએ.


અન્ય એક ટ્વિટમાં રામ ગોપાલ વર્માએ એમ પણ લખ્યું છે કે- આ પ્રકારની ક્રૂર હત્યાઓ માત્ર કાયદાના આધારે રોકી શકાતી નથી. પરંતુ જો એવું થાય કે પીડિતોની આત્મા ધરતી પર પરત ફરે અને તેના હત્યારાઓને મારી નાખે તો ચોક્કસ આવી ક્રૂર હત્યાઓ રોકાઈ શકે છે. આ બાબતે હું ભગવાનને વિનંતી કરું છું કે તે આ અંગે વિચાર કરે અને જરૂરી પગલાં લે. આ ટ્વિટ દ્વારા રામ ગોપાલ વર્માએ શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબ પૂનાવાલા સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.


શ્રદ્ધા વોકર હત્યા કેસથી દેશ હચમચી ગયો


શ્રદ્ધા વોકર તેના પરિવારના સભ્યો વિરુદ્ધ જઇને આફતાબ પૂનાવાલા સાથે મુંબઈથી દિલ્હી આવી હતી. આ બંને કપલ કોલ સેન્ટરમાં કામ કરવા લાગ્યા હતા. પરંતુ શ્રદ્ધાએ આફતાબને લગ્ન માટે વારંવાર કહેવાનું શરુ કર્યું હતું. જેને લીધે આફતાબે શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી દીધી. શ્રધ્ધા વાલ્કર હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જોકે આરોપી આફતાબ હાલ પોલીસની કસ્ટડીમાં છે.