તેણે મને જબરદસ્તી પકડી લીધી અને મારા હોઠ પર KISS કરવા લાગ્યો, વિકાસ પર વધુ એક એક્ટ્રેસે લગાવ્યો આરોપ
હું તુરંત જ પાર્ટી છોડીને મારા બોયફ્રેન્ડ પાસે આવી ગઇ હતી. પણ તેમ છતાં તે મને સતત મેસેજીસ કરતો રહ્યો કે તે પાર્ટી કેમ છોડી દીધી... હું તને ઘરે ઉતારીને આવત. એક્ટ્રેસે કહ્યું કે, આ તેની એક રીત હતી તે નશામાં હોવાનું નાટક કરતો હતો અને આવી ગંદી હરકત કરતો હતો. એક તરફ વિકાસ #Metoo કેમ્પેઇનથી ઘેરાઇ ગોય છે ત્યાં તેનાં હાથમાંથી ઘણાં બધા પ્રોજેક્ટ્સ પણ જતા રહ્યાં છે.
નવી દિલ્હીઃ ક્વીન ફિલ્મની લીડ એક્ટ્રેસ કંગના રનૌત બાદ હવે એ જ ફિલ્મની વધુ એક એક્ટ્રેસ નયની દીક્ષિતે વિકાસ બહેલ પર સેક્સુએલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં તેણે કહ્યું કે, જે યુવતીઓએ વિકાસ બહલ પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે તે ખોટા નથી કારણ કે મને પણ તેણે પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.
નયનીએ કહ્યું કે, ફેન્ટમની ક્રુ મેમ્બર જે વિકાસ બહલ માટે કહી રહી છે તે સંપૂર્ણ વાત સાચી છે. કારણ કે વિકાસે મારી સાથે પણ આવું વર્તન કર્યુ છે. અને આ ઘટના બાદ મે તેને કહ્યું હતું કે, 'મે તુમહે મારુંગી અગર તુમને ફીરસે એસા કૂછ કીયા..'
તો અન્ય એક એક્ટ્રેસે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, હું એક પાર્ટીમાં હતી મને હતું આટલી મોટી પાર્ટીમાં હું બધાની વચ્ચે છુ તો હું સુરક્ષિત છું. પણ તેવામાં વિકાસ ત્યાં નશાની હાલતમાં આવ્યો અને તેણે મને જબરદસ્તી પકડી લીધી અને મારા હોઠ પર કિસ કરવાનો પ્રયાસ લાગ્યો. મે તેને ધક્કો માર્યો પણ તે એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તે આ તમામ વાતોથી અજાણ છે અને નશામાં છે.