નવી દિલ્હીઃ અંદાજે 20 વર્ષી સુધી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીઝ પર રાજ કરનાર સીરિયલ CIDના ફેન્સ માટે ખુશખબર છે. અહેવાલ છે કે સીઆઈડીની ટીમ ફરી એક વખત ટીવી પર કમબેક કરી શકે છે. CID વર્ષ 2018માં ઓફ એર થઈ ગઈ હતી ત્યારથી ફેન્સ ઘણાં ઉદાસ હતા. એેવામાં આ અહેવાલ એસીપી પ્રદ્યુમ્ન અને દયાના ફેન્સ માટે સારા સમાચાર લઈને આવ્યો છે.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શો 'CID'ના કેટલાંક કલાકારો એક નવા શોમાં સાથે કામ કરશે. નવો શો પોલીસ પર આધારિત હશે અને તેમાં કેટલીક પર્સનલ સ્ટોરી પણ હશે. આ શોમાં દયાનંદ શેટ્ટી (ઈન્સ્પેક્ટર દયા), આદિત્ય શ્રીવાસ્તવ (ઈન્સ્પેક્ટર અભિજીત) તથા અંશા સૈયદ (ઈન્સ્પેક્ટર પૂર્વી) જોવા મળશે.

2018માં શોના પ્રોડ્યૂસર્સે જાહેરાત કરી હતી કે 28 ઓક્ટોબરથી 'CID' નાનો બ્રેક લેશે અને નવા કેસ સાથે નવી સિઝન લઈને આવશે. ચેનલે કહ્યું હતું કે 20 વર્ષ પૂરા કર્યાં બાદ 'CID' સોની ચેનલ પર સૌથી લાંબો ચાલતો શો છે. આ શો 28 ઓક્ટોબરથી બ્રેક લેશે અને થોડાં સમય બાદ પરત આવશે. શોનો લાસ્ટ એપિસોડ 27 ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થયો હતો.