આ પહેલા સના ખાને 8 ઓક્ટોબરે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. જેમાં તેણે ધર્મને આધાર માન્યો હતો અને ગ્લેમરની દુનિયાને અલવિદા કહેતા લખ્યું હતું કે, હું મારુ બાકીનું જીવન અલ્લાહના રસ્તે ચાલીને વિતાવીશ અને અલ્લાહના આદેશ પ્રમાણે ચાલશે. સાથે તેણે કહ્યું હતું કે તમામ ભાઇઓ અને બહેનો દરખાસ્ત કરુ છું કે હવે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઇપણ કામ માટે દાવત ના આપે.
આ વર્ષે જ ફેબ્રુઆરીમાં સના ખાન અને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ વચ્ચે થયેલા બ્રેકએપ બાદ ઘણી ચર્ચામાં રહી હતી. સકોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસના બ્રેકઅપ બાદ આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે હવે તેણે તેના અકાઉન્ટ પરથી બધી જૂની પોસ્ટ ડિલિટ કરી નાખી છે.
સના ખાને 2005માં હિન્દી ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે ઘણી મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.