મુંબઈ મિરરના રિપોર્ટ્સ અનુસાર સાગરિકા પ્રેગ્નેન્ટ છે. રિપોર્ટ્સ અનુસાર ઝહીર અને સાગરિકાના મિત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે બન્ને માતા પિતા બનવાના છે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયન્સે ઝહીર ખાનનો જનમદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન સાગરિકા ઘાટગે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
ઝહીર અને સાગરિકાએ હજુ સત્તાવાર રીતે ગુડન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા નથી. ઝહીર ખાને 2017માં ચક દે ફેમ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.
[insta]
[/insta]
વિરાટ અનુષ્કાના ઘરે જાન્યુઆરીમાં આવશે બાળક
આઈપીએલની 13મી સીઝન પહેલા જ ટીમ ઇન્ડિયા અને ફ્રેન્ચાઈઝી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિટાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ ફેન્સ સાથે ગુડન્યૂઝ શેર કર્યા હતા. અનુષ્કમા શર્માએ કહ્યું હતું કે, જાન્યુઆરીમાં તો પોતાના બાળકને જન્મ આપવાની છે. હાલમાં અનુષ્કા શર્મા પણ વિરાટની સાથે આઈપીએલને કારણે યૂએઈમાં જ છે.