બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના સ્ટાર પુત્ર અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે હવે બચ્ચન પરિવારની પુત્રવધુ તથા અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન તથા તેમની પૌત્રી આરાધ્યાને ગઈકાલે રાતે 8 વાગ્યાની આસપાસ કોરોના પોઝિટિવને લઈને હળવો તાવ આવતો હોવાથી તે બન્નેને પણ નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અમિતાભની પત્ની જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા નંદા તથા તેમના બે બાળકો તેમના જલસા નિવાસ સ્થાને છે. શનિવાર 11 જુલાઈએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાના સપાટામાં આવ્યા બાદ તેમને રાતે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે તેમના પરિવારજનો, સ્ટાફ તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.

આમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને અચાનક ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોમ ક્વોરન્ટીન કરતાં હોસ્પિટલમાં ઐશ્વર્યા અને આરાધ્યાને સારી સારવાર મળી રહેશે એટલે સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે એવું ચર્ચાતું હતું.