પહેલીવાર ડબલ રોલમાં દેખાશે આ હોટ અભિનેત્રી, ફોલો કરશે સલમાન ખાનને
નવી દિલ્હીઃ લગ્ન બાદ માત્ર પસંદગીની જ બોલીવુડ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચ હવે નવા અવતારમાં જોવા મળશે. તેની છેલ્લી બોલીવુડ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ હતી, જે હીટ ગઈ હતી. સલમાન ખાને જુડવા અને પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો. મીડિયામાં આવેલ અહેવાલ અનુસાર ઐશ્વર્યા પણ પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે. તેની આગમી ફિલ્મ દિન ઔર રાતમાં ડ્યુઅલ કેરેક્ટર કરી શકે છે. જોકે ઐશ્વર્યા હાલમાં પોતાની આગામી ફિલ્મ ફન્ને ખાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેના સહ અભિનેતા અનિલ કપૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘દિન ઔર રાત’ નામની આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય પોતાના કરિયરમાં પહેલીવાર ડબલ રોલ પ્લે કરતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 1967માં આવેલી સત્યેન બોસ નિર્દેશિત ફિલ્મ ‘રાત ઔર દિન’ની રીમેક છે. જોકે, હવે ફિલ્મના ટાઈટલને ઉલટું કરી દેવાયું છે.
ઐશ્વર્યા આ ફિલ્મમાં મલ્ટિપલ ડિઝઓર્ડરથી પીડાતી છોકરીનું પાત્ર ભજવશે. એશ ઘણા સમયથી ચેલેન્જિંગ રોલ કરવા માગતી હતી અને આ ફિલ્મથી તેની ઈચ્છા પૂરી થતી દેખાઈ રહી છે.
‘દિન ઔર રાત’ માટે ઐશ્વર્યાને પસંદ કરાઈ તે પહેલા આ ફિલ્મ માટે તબૂ અને માધુરી દીક્ષિતને એપ્રોચ કરાઈ હોવાના ન્યૂઝ સામે આવ્યા હતા. પણ તેવું બની ન શક્યું. આ ફિલ્મને પ્રેરણા અરોડા અને અર્જુન એન કપૂર પ્રોડ્યૂસ કરશે. અત્યારે ઐશ્વર્યા પોતાની આગામી ફિલ્મ ‘ફન્ને ખાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તેની સાથે અનિલ કપૂર જોવા મળશે. આ જોડી ‘તાલ’ ફિલ્મ બાદ 17 વર્ષે સ્ક્રિન શેર કરતા દેખાશે.
2018માં ઐશ્વર્યાના ફેન્સને તેનાથી ઘણી અપેક્ષાઓ છે. ઉલ્લેખનીય છે કે, તેની ફિલ્મ ‘ફન્ને ખાં’ સલમાનની ‘રેસ 3’ની સાથે રિલીઝ થવાની છે. અને બીજી તરફ ‘દિન ઔર રાત’માં તે પહેલીવાર ડબલ રોલ કરવા જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -