મુંબઈ: અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. અજયની ફિલ્મે રિલીઝના ચાર સપ્તાહ બાદ 250 કરોડની કમાણી કરી લીધી છે. તાનાજી ધ અનસંગ વોરિયર 2020ના વર્ષની પ્રથમ 250 કરોડની ફિલ્મ બનવાની સાથે અજય દેવગનના કરિયર સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે.

તાનાજીએ ચોથા સપ્તાહમાં શુક્રવારે 2.77 કરોડની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મે 4.48 કરોડનની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે રવિવારે 6.28 કરોડની કમાણી કરી છે.


ચોથા સપ્તાહમાં તાનાજીએ નવી રિલીઝ થયેલી ફિલ્મ જવાની જાનેમન કરતા પણ વધારે કમાણી કરી છે. તાનાજી ફિલ્મનું ટોટલ કલેક્શન 251.40 કરોડ થયું છે. તાનાજી હિંદી સિનેમાની 12મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે આશા છે કે ફિલ્મ 275 કરોડ સુધીની કમાણી કરી શકે છે.

ફિલ્મ તાનાજી- ધ અનસંગ વૉરિયર મરાઠા વૉરિયર તાનાજી માલુસરેની જિંદગી પર આધારિત છે, જે છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ હતા. તાનાજી માલુસરેની જિંદગી વિશે બહુ ઓછા લોકો જાણે છે, જેના કારણે આ ફિલ્મ દરેક વર્ગના દર્શકોને પસંદ આવી રહી છે.