મુંબઇઃ સોમવારે સવારે અજય દેવગન માટે એક દુઃખદ સમચાર સામે આવ્યા. આજે સવારે તેમના પિતા અને બૉલીવુડના જાણીતા એક્શન ડાયરેક્ટર વીરુ દેવગનનું નિધન થઇ ગયુ છે. માહિતી પ્રમાણે આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધો હતો.
માહિતી અનુસાર, આજે સવારે તેમને છેલ્લો શ્વાસ લીધો, રિપોર્ટ અનુસાર, તેમનુ નિધન હાર્ટએટેકના કારણે થયું છે. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણએ સાન્ટાક્રૂઝની સૂર્યા હૉસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા સમયથી વીરુ દેવગનની તબિયત નાજુક હતી, જેના કારણે અજય દેવગનને કેટલાક કાર્યક્રમો પણ રદ્દ કરવા પડ્યા હતા. તેમને પોતાની ફિલ્મ 'દે દે પ્યાર દે'ના કેટલાક ઇન્ટરવ્યૂ પણ કેન્સલ કરી દીધા હતા. આજે સાંજે 6 વાગે મુંબઇના વિલે પાર્લે સ્મશાન ઘાટમાં વિરુ દેવગનનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, સાંજે 6 વાગે મુંબઇના વિલે પાર્લેમાં થશે અંતિમ સંસ્કાર
abpasmita.in
Updated at:
27 May 2019 03:05 PM (IST)
આજે સવારે તેમને છેલ્લો શ્વાસ લીધો, રિપોર્ટ અનુસાર, તેમનુ નિધન હાર્ટએટેકના કારણે થયું છે. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણએ સાન્ટાક્રૂઝની સૂર્યા હૉસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -