એજાઝે ઐશ્વર્યાને મેસેજ મોકલ્યો, જસ્ટ ગિવ મી ક્રેઝી સેક્સ વાઈલ્ડ
મુંબઇઃ મોડલ અને સલમાનની ફેન ઐશ્વર્યા ચૌબેને અશ્લિલ મેસેજ કરવાના આરોપમાં બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને એક્ટર એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાને વ્હોટ્સએપ પર મેસેજ કરીને ઐશ્વર્યા ચૌબે પાસે સેક્સની માંગણી કરી હતી. આ બાબતે ઐશ્વર્યાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી.
મોડલ ઐશ્વર્યા સલમાનની પાછળ પાગલ છે. તે છેલ્લા 4 વર્ષથી સલમાનને મળવાના પ્રયાસમાં જ પોતે એક્ટ્રેસ અને મોડલ બની ગઈ છે. ઐશ્વર્યા બિહારના મોતીહારીની રહેવાસી છે. તે મુંબઈ સલમાનને મળવા માટે આવી હતી. ઐશ્વર્યા સોનાક્ષી સિન્હાની ફિલ્મ અકીરામાં પણ નાનકડો રોલ કર્યો છે. ઐશ્વર્યા સોનાક્ષી સાથે ઝઘડતી કોલેજીયન ગર્લના રોલમાં છે.
જોકે, એજાઝ ખાને પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે,''આ સાવ ખોટા સમાચાર છે, હું ઐશ્વર્યાને બેવાર મળ્યો છું, આ ડ્રામા પાછળના તેના હેતુથી સાવ અજાણ છું. ''
ઐશ્વર્યાએ પોલીસને લખેલા લેટરમાં જણાવ્યુ હતું કે, '' 5 જુન 2016ના રોજ એક વ્યક્તિએ મને અશ્લીલ મેસેજ કર્યા છે, જે શરમજનક છે. આ વ્યક્તિનું નામ એજાઝ ખાન છે. આ વ્યક્તિ સામે પગલા લેવા મારી નમ્ર વિનંતિ છે.
ત્યારે એજાઝે કહ્યુ હતું કે, “જસ્ટ ગિવ મી ક્રેઝી સેક્સ વાઈલ્ડ”. બાદમાં ઐશ્વર્યાએ મેસેજ કરીને એજાઝને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઐશ્વર્યાએ કહ્યુ હતું કે, ઇન્ડસ્ટ્રીઝમાં સેક્સ તો તને સરળતાથી મળી રહેશે પણ એક સારો મિત્ર નહીં મળે.
એક રિપોર્ટ પ્રમાણે, એજાઝ ખાન મુંબઇની એક હોટલમાં બેઠો હતો ત્યારે એજાઝે ઐશ્વર્યા ચૌબેને વ્હોટ્સએપ પર એક મેસેજ કરી હોટલમાં આવવાનું જણાવ્યુ હતું. જેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યુ હતું કે કોણ કોણ છે હોટલમાં. ત્યારે એજાઝે કર્યુ કે “હું એકલો છું બેબી”.
નોંધનીય છે કે ઐશ્વર્યાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે, એક દિવસ એજાઝે તેને જુહુની હોટલમાં બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. વર્સોવા પોલીસ સ્ટેશને એજાઝને સમન્સ મોકલ્યું હતું.