અક્ષય કુમારે એવું તે શું કર્યું કે આખા દેશમાં વખાણ થવા લાગ્યા, જાણો કારણ
અક્ષય કુમારે કહ્યું હતું કે, મેં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મીની એક નાનકડી મદદ કરી છે. આ મદદ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે લક્ષ્મી પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર અને પોતાની દીકરીની વ્યવસ્થિત સંભાળ રાખે અને પોતાના માટે સારી જોબ શોધે. આપણે દરેકે એ સમજવાની જરૂર છે કે મેડલ, એવોર્ડ અને સર્ટિફિકેટથી પેટ અને ઘર-પરિવાર ચાલતું નથી. જો તમારે કોઈની મદદ જ કરવી છે તો તમારે પ્રેક્ટિકલ થવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે લક્ષ્મીને આ મદદ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, હું આ શબ્દોમાં વર્ણવી શકતી નથી. મને હવે લાગે છે કે હું અને મારી દીકરી એકલા નથી. જ્યારે અક્ષયને આ મદદ વિશે પુછવામાં આવ્યું ત્યારે તે જવાબ આપતા સંકોચ અનુભવતો હતો.
મુંબઈ: અભિનેતા અક્ષય કુમાર ફિલ્મો સિવાય સોશિયલ કામમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપતો હોય છે. એકવાર ફરી અક્ષય કુમારે સોશિયલ વર્ક કર્યું જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલે પોતાની વાત કહી હતી કે, તે કેવી રીતે તંગીનો સામનો કરી રહી છે અને તેની પાસે કોઈ જોબ પણ નથી. જ્યારે આ વાતની અક્ષયને ખબર પડી ત્યારે તેણે લક્ષ્મી માટે 5 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -