કોમેડિયન કપિલ શર્માની હાજર જવાબી અને પ્રસંગને અનુરૂપ વાકબાણ બોલવાની છટાના કારણે અનેક લોકો તેના ફેંસ છે. બોલીવુડ સ્ટારા અક્ષય કુમાર પણ તેના બિંદાસ અંદાજ માટે જાણીતો છે. અક્ષય કુમાર તેની ફિલ્મ અતરંગીના પ્રમોશન માટે કપિલ શર્માના સેટ પર પહોંચ્યો હતો. આ દરમિયાન અક્ષયે કપિલને સવાલ પૂછ્યા હતા અને કપિલે પણ અક્ષયને સામા સવાલ કર્યા હતા.


અતરંગીના પ્રમોશુન માટે અક્ષય કુમાર, સારા અલી ખાન અને આનંદ એલ રાય કપિલ શર્માના સેટ પર આવ્યા હતા.વાતચીત દરમિયાન અક્ષય કપિલને અનેક સવાલ પૂછે છે પણ અક્ષય જવાબ આપવાના મૂડમાં નથી હતો. કપિલના સવાલ પૂછવા પર તે કહે છે કેવા સવાલ પૂછે છે. આ દરમિયાન અક્ષયની વાત વચ્ચેથી કાપીને કપિલ કહે છે- તમે પણ એખ મોટા પોલિટિશિયનનો ઈન્ટરવ્યૂ લીધો હતો. હું નહીં લઉ. પરંતુ તમે તેને પૂછ્યું હતું કે તમારા ડ્રાઇવરનો છોકરો કહેતો હતો કે તમે કેરી ઘોળીને ખાવ છો કે કઈ રીતે ખાવ છો ?


જેવો કપિલ શર્મા આ વાત કહે છે અને પોલિટિશિયનનું નામ નથી લેતો કે તરત જ અક્ષયને કાઉન્ટર કરવાનો મોકો મળી જાય છે. તે કપિલને પોલિટિશિયનનું નામ લેવાનું કહે છે. પરંતુ કપિલ નામ લેવાથી ના પાડી દે છે. જે બાજદ અક્ષય કપિલની નસ પકડી લે છે અને વારંવાર કપિલને તે પોલિટિશિયનનું નામ લેવાનું કહે છે પરંતુ કપિલ નામ નથી લેતો. જે બાદ અક્ષય તેને અસલી બંદા હૈ તો નામ લે તેમ કહી પડકાર ફેંકે છે.  કપિલ શર્માનો ઈશારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ હતો. અક્ષય કુમારે 2019માં તેનો ઈન્ટરવ્યૂ કર્યો હતો.






આ પણ વાંચોઃ Kia Carens: 5 વેરિઅન્ટમાં ભારતમાં લોન્ચ થશે Kia Carens, દરેકમાં મળશે શાનદાર ફીચર્સ


Covid-19થી આ ક્રિકેટરો થઈ ચુકયા છે સંક્રમિત