મુંબઇઃ એવેન્જર્સ સીરીઝની છેલ્લી ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ' (Avengers Endgame) બૉક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં દરેક ઉપર આ ફિલ્મનો ખુમાર ચઢ્યો છે. બૉલીવુડ સ્ટાર્સ આ ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યાં છે. અક્ષય કુમાર પરણ માર્વલ સીરીઝનો બહુજ સારો ફેન છે. તેને શનિવારે સોશ્યલ મીડિયા પર એક ફોટો શર કર્યો હતો જેને માર્વલ ફેન્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતો. ખરેખરમાં આમાં તેને પોતાની અને આયરનમેન (રૉબર્ટ ડાઉની)ની એક તસવીર શેર કરી હતી. બન્નેના ફોટામાં એક ખાસ કનેક્શન પણ દેખાતુ હતુ.

તસવીરમાં અક્ષય કુમાર અને રોબર્ટ ડાઉનીએ બિલકુલ એક જેવી ટાઇ પહેરી છે. અક્ષય કુમારે ફોટો શેર કરતી વખતે લખ્યુ કે, "જ્યારે આયરનમેન તમારા જેવી ટાઇ પહેરે છે, કેટલી સારી રીતે ટાઇ પહેરી છે. ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'આ દુનિયાથી અલગ છે." એક નજર નાંખો ખેલાડી કુમાર દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર પર.