અક્ષયનો આક્રોશઃ 'શરમ કરો, યાર ચર્ચા બાદમાં કરજો અત્યારે સૈનિકોનું વિચારો, એ છે તો હિન્દુસ્તાન છે'
અક્ષયે સૈનિકો અને તેમના પરિવારોની કાળજી લેવાની અપીલ કરતા કહ્યુ છે કે સૈનિકો છે તો આજે હું છું, તે નહીં તો હિન્દુસ્તાન નહીં. અક્ષયે ફેસબુક પેજ વીડિયો શેર કરતાની સાથે જ 21 હજાર કરતા વધુ વખત શેર કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે ઉમેર્યું કે, કોઇ પાકિસ્તાન કલાકારોને બેન કરવાની માંગ કરી રહ્યા છે. અરે શરમ કરો, અરે યાર ચર્ચા બાદમાં કરી લેજો. અક્ષયે કહ્યું જરા વિચારો તો ખરા કે કોઈએ સરહદ પર પોતાનો જીવ ગુમાવ્યો છે, 19 જવાન શહીદ થયા છે. એક 24 વર્ષનો જવાન બારામૂલ્લામાં શહીદ થયો છે. આપણી ચિંતા છે તેમનું વર્તમાન અને ભવિષ્ય યોગ્ય હોવું જોઇએ
અક્ષયે કહ્યું છે કે મારો હેતું કોઇની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. હું એક સેલિબ્રિટીઝ તરીકે વાત કરી રહ્યો નથી પરંતુ એક આર્મી મેનના દિકરા તરીકે કામ કરી રહ્યો છું. ઘણા દિવસોથી હું પોતાના લોકો દેશના લોકો વચ્ચે ચર્ચા જોઇ રહ્યો છું. કોઇ સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવાઓ માંગી રહ્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોગ્રેસ નેતા સંજય નિરૂપમે સર્જીકલ સ્ટ્રાઇક પર મોદી સરકાર પાસે પુરાવાની માંગણી કરી ત્યારથી દેશમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક તેમનું સમર્થન કરી રહ્યા છે.
કેટલાક પાકિસ્તાન કલાકારો પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડ નેતા અક્ષય કુમારે આ ચર્ચાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. અક્ષય કુમારે સોશિલય મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને લખ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મારા દિમાગમાં એક વાત છે જેને શેર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -