ઝોયાની પાર્ટીમાંથી આલિયા વહેલી નિકળી અને ક્યા સ્ટારની કારમાં બેસીને ગાયબ થઈ ગઈ? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બૉય'માં આલિયા ભટ્ટ જોવા મળશે, આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પુરુ થયું છે. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થવાની ખુશીમાં આ પાર્ટી રાખવામાં આવી હતી.
આમ તો આ પાર્ટીમાં શાહરૂખ ખાન, કરણ જોહર, અયાન મુખર્જી, ફરહાન અખ્તર અને આરતી શેટ્ટી પણ હાજર હતા પણ રણબીર અને આલિયા પાર્ટીમાંથી જલ્દી નીકળી ગયા હતા.
ગઇ રાત્રે આલિયા અને રણબીર બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર જોયા અખ્તરના ઘરે ડિનર કરવા પહોંચ્યા, ડિનર બાદ આ બન્ને એકજ ગાડીમાં સાથે જતા દેખાયા હતા. હવે આ સંબંધની ઉંડાઇ અમને ખબર નથી પણ મિત્રતા ખાસ થઇ ગઇ છે, એટલે કે ઝોયા અખ્તરની ડિનર પાર્ટી બાદ આલિયા ભટ્ટ પાર્ટીમાંથી એકાએક રણબીરની સાથે કારમાં બેસીને ગાયબ થઇ ગઇ હતી.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઝોયા અખ્તરની ડિનર પાર્ટી બાદ પાર્ટી છોડીને એકાએક નીકળી ગઇ હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજાની નજીક આવી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે, બન્ને અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારથી ક્લૉઝ થઇ ગયા છે. હવે આ બન્ને અડધી અડધી રાત્રે એકબીજાની સાથે ફરી રહ્યાં છે, પાર્ટી કરતાં પણ જોવા મળે છે.