પાકિસ્તાનમાં જઇને ગીતો ગાવા મીકા સિંહને ભારે પડ્યો, ભારતમાં તેના પર લાગ્યો આ મોટો પ્રતિબંધ, જાણો વિગતે
abpasmita.in | 14 Aug 2019 10:01 AM (IST)
એકબાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઇ રહ્યો હતો ત્યારે સિંગર મીકા પાકિસ્તાનમાં પરફોર્મ કરી રહ્યો હતો
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સિંગ ર મીકા સિંહ થોડાક દિવસો પહેલા કરાંચીમાં પરફોર્મ કરવા ગયો હતો, ત્યાં તેના પરફોર્મન્સને લઇને વિવાદ થયો હતો. હવે આ સિગીંગ પરફોર્મન્સને લઇને મીકા સિંહ બરાબરનો ફસાયો છે. ભારતમાં તેની સામે સીને વર્ક્સમમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આ મામેલ ભારતમાં પણ તેની સામે ફેન્સે સોશિયલ મીડિયા પર ગુસ્સો પણ ઠાલવ્યો હતો. સુત્રો અનુસાર, મીકા સિંહને પાકિસ્તાનમાં પરફોર્મ કરવાનુ ભારે પડ્યુ છે, ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને મીકા સિંહ પર આ પરફોર્મન્સના કારણે પ્રતિબંધ લગાવી દીધો છે. સિને એસોસીએશન દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, જો કોઇ પણ આ બેન વિરુદ્ધ જઇને મીકા સિંહની સાથે કામ કરે છે તો તેના પર લીગલ એક્શન લેવામાં આવશે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારત પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી ચૂક્યુ છે. એકબાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઇ રહ્યો હતો ત્યારે સિંગર મીકા પાકિસ્તાનમાં પરફોર્મ કરી રહ્યો હતો.