Aishwarya Rai Video: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું અને તેઓ છૂટાછેડા લેવાનું નક્કી કરી રહ્યા છે. અભિષેક માત્ર બચ્ચન પરિવાર સાથે જ જોવા મળે છે, જ્યારે એશ તેની પુત્રી આરાધ્યા સાથે રહે છે. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે દુબઈ ગઈ છે જ્યાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઐશ્વર્યાએ તેના હાથમાં વેડિંગ પહેરી નથી.
વાયરલ થઈ રહેલો વીડિયો દુબઈનો છે. જ્યાં ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે SIIMA એવોર્ડમાં હાજરી આપવા ગઈ હતી. વીડિયોમાં ઐશ્વર્યાના ઓર્ગેનાઈઝર તેનું સ્વાગત કરતા જોવા મળે છે. એક ચાહક ઐશ્વર્યા માટે ફૂલોનો ગુલદસ્તો લઈને આવતો જોવા મળે છે. ઐશ્વર્યા ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી હતી પરંતુ તેણે વેડિંગ રિંગ પહેરી ન હતી, જે વસ્તુ બધાનું ધ્યાન ખેંચી રહી હતી.
અભિષેકે રિંગ પણ કાઢી નાખી છે
ઉલ્લેખનિય છે કે, જ્યારે ઐશ્વર્યા -અભિષેકને ઘણી વખત સ્પોટ કરવામાં આવ્યા હતા ત્યારે તેણે પણ પોતાના લગ્નની વીંટી પહેરી ન હતી. જેના પર ચાહકોએ તરત જ ધ્યાનમાં લીધું અને અભિષેકનો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. આ કપલના લગ્નને 17 વર્ષ થયા છે. છૂટાછેડાના સમાચાર ત્યારે આવવા લાગ્યા જ્યારે અભિષેકે તેના પરિવાર સાથે અનંત-રાધિકા અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા બાદમાં પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. અલગ અલગ એન્ટ્રીએ સૌને ચોંકાવી દીધા હતા.. તે પછી અભિષેકે છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ લાઈક કરી હતી, જેના કારણે આ સમાચાર વધુ કન્ફર્મ થઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જ ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે તેના સાસરે પહોંચી હતી. આ બધા પરથી અનેક અટકળો સેવાઇ રહી છે.