Amitabh Bachchan Health Update: Big B Amitabh Bachchan છેલ્લા ઘણા દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના શૂટિંગ દરમિયાન તેમને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેમની સારવાર ચાલી રહી છે અને આ દિવસોમાં આરામ કરી રહ્યા છે. આ પીડા તો મટી નથી ત્યાં બિગ બીને વધુ એક પીડા સતાવી રહી છે. પાંસળીની ઇજામાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે ત્યાં તેઓને પગના પંજામાં છાલા પડી ગયા છે.


તાજેતરમાં સદીના મેગાસ્ટાર વધુ એક પીડાદાયક સમસ્યાથી ઘેરાઈ ગયા છે. અમિતાભ બચ્ચને પોતે દર્શકો સાથેના તેમના તાજેતરના બ્લોગમાં આનો ઉલ્લેખ કર્યો છે. અમિતાભ બચ્ચન જે નવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે સમસ્યાથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે અને થોડી પણ બેદરકારી રાખી તો ખૂબ જ ગંભીર પીડાદાયક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.




આટલું ભયંકર દર્દ આ પહેલા ક્યારેય અનુભવ્યું નથી - અમિતાભ બચ્ચન


19 માર્ચે પોતાના બ્લોગ દ્વારા અમિતાભ બચ્ચને માહિતી આપી હતી કે પાંસળીમાં દુખાવો ચાલુ રહે છેપરંતુ પગના પંજામાં પડેલા છાલાની સમસ્યાને કારણે પાંસળી કરતાં વધુ દુખાવો ત્યાં થવા લાગ્યો છે. બ્લોગમાં તેમણે લખ્યું કે, “કૈલસ તો હતું જ પરંતુ તેની નીચે એક છાલું પડ્યું છે. જેના લીધે દુખાવામાં ખૂબ જ વધારો થયો છે. અમિતાભ બચ્ચને પોતાની સમસ્યા વિશે કહ્યું કે આના લીધે પગને ગરમ પાણીમાં પણ રાખ્યા પરંતુ આ નુસખો બેઅસર સાબિત થયો. આવું ભયાનક દર્દ પહેલા ક્યારેય નથી અનુભવ્યું


કૈલસ  શું છે?


કૈલસ  એ ત્વચાનો એક પેચ છે જે શરીર પર ગમે ત્યાં થઈ શકે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે ફક્ત પગના તળિયા પર જ જોવા મળે છે. ક્યારેક તે રફ પેચ હોય છે તો ક્યારેક તે ગઠ્ઠા જેવું હોય છે. સામાન્ય ભાષામાં તેને ખીલી અથવા ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તેઓ પીડારહિત હોય છે પરંતુ જો ચેપ હોય તો તે ખૂબ જ પીડાદાયક હોય છે.