મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ 40 જવાનોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ બચ્ચને શહીદ થયેલ દરેક જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ રીતે તે 2 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવા જઈ રહ્યા છે.




જણાવીએ કે, 14 ફેબ્રુઆરીના સાંજે જમ્મૂ કાશ્મીરના પુલવામાં સીઆરપીઆના કાફલા પર આતંકી હુલામાં 40 જવાન શહીદ થયા હતા. અમતીભ બચ્ચન આ આતંકી હુમલાથી દુખી છે. માટે તેમમે શહીદાના પરિવારને મદદ માટે તેઓ આગળ આવ્યા છે.



બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ પણ કરી છે કે બિગ બી દરેક શહીદ જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયા આપશે. હાલમાં આ પ્રક્રિયાને કેવી રીતે કરવામાં આવે તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રવક્તાએ એ પણ કહ્યું કે, આ ઘટનાથી દુખી અમિતાભ બચ્ચન પોતાના કાર્યક્રમ પણ કેન્સલ કરી રહ્યા છે.