Amrish Puri: જ્યારે પણ હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ અને ખૂંખાર ખલનાયકની વાત થાય છે ત્યારે સૌ પ્રથમ મનમાં નામ આવે છે દિગ્ગજ અને દિવંગત અભિનેતા અમરીશ પુરીનું. અમરીશ પુરી સાહેબ જેવો બીજો ખલનાયક બોલીવુડના ઇતિહાસમાં બીજો કોઈ નથી થયો.


અમરીશ પુરી પોતાની હાજરીથી નાયકના પણ હોશ ઉડાવી દેતા હતા. અમરીશ પુરી સાહેબ પોતાના લાંબા પહોળા કદકાઠી, રોબદાર અવાજ અને અદ્ભુત અભિનયથી દરેકનું દિલ જીતી લેતા હતા. જોકે અમરીશ પુરીને પોતાના મૃત્યુનો અહેસાસ પહેલેથી જ થઈ ગયો હતો. તેમના પુત્ર રાજીવ પુરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પિતાના છેલ્લા દિવસોની કહાની સંભળાવી હતી.


અમરીશ પુરીને થઈ ગઈ હતી લોહીની બીમારી


રાજીવ પુરીએ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં પિતા અમરીશ પુરી વિશે કહ્યું હતું કે, '2003માં ગુડ્ડુ ધનોઆની ફિલ્મ 'જાલ: ધ ટ્રેપ'નું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું હતું. ત્યાં જ પાપા અમરીશ પુરીનો અકસ્માત થયો હતો. તેમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. ચહેરા અને આંખ પર ઘણી ઈજા હતી અને ઘણું લોહી પણ વહી ગયું હતું. તરત જ પાપાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને લોહીની જરૂર છે. લોહી ચઢાવવામાં આવ્યું, પરંતુ તે દરમિયાન કંઈક ગરબડ થઈ ગઈ કારણ કે તે પછી પાપાને લોહી સંબંધિત બીમારી માયલોઇડ્સપ્લાસ્ટિક સિન્ડ્રોમ થઈ ગયો.'


અમરીશ પુરીને થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ


અમરીશ પુરીને આ ઘટના પછી પોતાના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. રાજીવના મતે ધીરે ધીરે પિતાને લોહીની કમી થવા લાગી હતી. રાજીવે કહ્યું કે, 'પાપા ખૂબ ગભરાઈ ગયા હતા. પરંતુ તે દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતા હતા. તે દુનિયાને બતાવવા માંગતા હતા કે કેટલા મજબૂત છે. પાપા સારી રીતે જાણતા હતા કે 72 વર્ષની ઉંમરે હવે તેમના શરીરમાં બધું ઠીક નથી થઈ શકતું. પાપાનું કહેવું હતું કે જે થવાનું હશે, તે થશે.'


અમરીશ પુરીએ બીમારીમાં પણ કરી લીધી હતી ઘણી ફિલ્મોની શૂટિંગ


અમરીશ પાસે છેલ્લા દિવસો સુધી 'કચ્ચી સડક', 'મુઝસે શાદી કરોગે', 'હલચલ' અને 'એતરાજ' જેવી ફિલ્મો હતી. રાજીવના મતે બીમારીમાં પણ તેમના પિતાએ વર્ષ 2004 સુધી પોતાની આ ફિલ્મોની શૂટિંગ પૂરી કરી લીધી હતી. પછીથી અમરીશ પુરી સાહેબને બ્રેન હેમરેજ થઈ ગયું હતું. ત્યારબાદ તેમનું વર્ષ 2005માં નિધન થઈ ગયું હતું.


આ પણ વાંચોઃ


પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....