મુંબઈઃ બોલિવૂડના દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાનને અમૂલ બટરે વિજ્ઞાપન દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. અમૂલે કપૂરને લોકપ્રિય ઓન સ્ક્રીન પાત્ર જેવા કે 'મેરા નામ જોકર', 'સરગમ' અને 'અમર અકબર એંથની' ફિલ્મોના પાત્રોને લાઇવ એનીમેશનના માધ્યમથી જીવંત કર્યા છે.


વિજ્ઞાપનની પંચલાઈનમાં લખ્યું છે, "આપ કિસી સે કમ નહીં", જે 1977ની સુપર હિટ ફિલ્મ હમ કિસી સે કમ નહીં તરફ ઈશારો કરે છે. અમૂલની શ્રદ્ધાંજલિએ દેશવાસીઓને ભાવુક કરી દીધા.


આ એડને પસંદ કરનારા પ્રશંસકોમાં ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ સામેલ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિજ્ઞાપનની એક તસવીર પણ શેર કરી છે.

ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વિજ્ઞાપનમાં તેની જાણીતી ફિલ્મો 'ધ લંચ બોક્સ', 'અંગ્રેજી મીડિયમ' અને 'પાન સિંહ તોમર'ના પાત્રને સામેલ કર્યા છે. ઈરફાન માટે બનાવવામાં આવેલી વિજ્ઞાપનની પંચલાઈન છે, "આપણા શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એકને શ્રદ્ધાંજલિ."


ઈરફાન ખાનનું બુધવારે અને ઋષિ કપૂરનું ગુરુવારે અવસાન થયું હતું. માત્ર 24 કલાકમાં બોલિવૂડના બે દિગ્ગજ કલાકારોના નિધનથી ફિલ્મ જગતમાં શોકનો માહોલ સર્જાયો હતો.