મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન પ્રૅગનન્સિના છેલ્લા તબક્કામાં છે. તે ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપવાની છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરમાં એમી તેના મંગેતર જોર્જ પાનાઈયોટો સાથે સ્વિમિંગ પૂલમાં નજરે પડી રહી છે.  સ્વિમિંગ પૂલમાં તેણે મંગેતર સાથે ખૂબ મસ્તી કરી હતી. એક્ટ્રેસ પ્રૅગનન્સિ સાથે સંકળાયેલી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ એમીએ એક ફોટો શેર કરીને જણાવ્યું કે, તેની પ્રૅગનન્સિને 35 સપ્તાહ થઈ ચુક્યા છે.



એમી જેકસન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેમના પરિવારમાં એક સભ્યના આગમનની જાહેરાત કરી હતી. એમી જેકસને 2010માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે બોલીવુડ ફિલ્મો ‘એક દીવાના થા’, ‘સિંહ ઈઝ બ્લિંગ’, ‘ફીક્રી અલી’, ‘તૂતક તૂતક તૂતિયા’, ‘રોબોટ 2.0’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર

શેરબજારમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો શું છે કારણ

BLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે