Aryan Khan-Ananya Panday WhatsApp Chat:ડ્રગ્સને લઇને આર્યન અને અનન્યા પાંડેની વ્હોટસએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં ડ્રગ્સ અરેન્જ કરવાની વાત થઇ રહી છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસ નવા નવા ખુલાસ સામે આવી રહ્યાં છે. હવે એક્ટ્રેસ અનન્યા અને આર્યન ખાનની ડ્રગ્સ સંબંધિત ચેટ સામે આવી છે. આ ચેટમાં ડ્રગ્સ અરેન્જ કરવાની અને એનસીબી વિશે વાત થઇ રહી છે. આ ચેટ સામે આવતા અનન્યાની મુશ્કેલી વધી ગઇ છે.
આર્યન ખાન સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ ચૌકાવી દેતા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ જ સંબંધિત એક્ટ્રેસ અનન્યા પાંડે અને આર્યન ખાનની વ્હોટસ એપ ચેટ સામે આવી છે.
ચેટમાં ડ્રગ્સ સંબંધિત વાત શું છે?
આર્યન ખાન સાથે જોડાયેલી ડ્રગ્સ કેસમાં એકથી એક ચોકાવી દેતા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે અભિનેત્રી અનન્યા અને આર્યનના શેર ચેટના સ્ક્રિન શોર્ટ જે સામે આવ્યાં છે. તે ચોંકાવી દેનાર છે. ચેટમાં આર્યન ખાને અનન્યાને પૂછ્યું છે, ‘શું તું ગાંજો લઇને આવ્યો છે’. અનન્યાએ જવાબ આપ્યો છે કે, ‘હા, હું લાવી છું’. બાદ આર્યનને કહ્યું ‘હું તારી પાસેથી ચોરીછુપી લઇ લઇશ’
આ સિવાય પણ એનસીબીએ આર્યનના અનેક ચેટની ડિટેલ્સ કોર્ટને આપી છે. માનવામાં આવી રહ્યું છે કે તેની અસર આજે થનાર સુનાવણી પર પણ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, આજે આર્યનની જામીન અરજી પર ફરી સુનાવણી થશે, આપને જણાવી દઇએ કે, અનન્યાની એનસીબી દ્રારા બે વખત પૂછપરછ થઇ ચૂકી છે. આજે અધિકારીઓ આર્યનના કેસની સુનાવણીમાં વ્યસ્ત હશે તેથી અનન્યા સાથે પૂછપરછ નહી થઇ શકે પરંતુ બહુ જલદી તેમની પૂછપરછ થશે.