સોનમ કપૂરના લગ્ન પર પપ્પા અનિલે પહેલીવાર તોડ્યુ મૌન, આપ્યુ આ નિવેદન
આવામાં અમે 19મા આઇફા સમારોહ સાથે જોડાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વિશે અમને અનિલ કપૂરને સવાલ પુછવાનો મોકો મળ્યો, પુત્રી સોનમ કપૂરના લગ્નના સવાલ પર અનિલ કપૂરે કહ્યું, 60 વર્ષોથી મારો પરિવાર આ ઇન્ડસ્ટ્રીમાં છે અને મીડિયાએ હંમેશાથી મારી કેરિયર અને મારા પરિવારને સાથ આપ્યો છે. યોગ્ય સમયે બધી વસ્તુઓ તમને જણાવી દેવામાં આવશે. ક્યારે અને કયા સમયે બધી જાણકારી તમારી સાથે શેર કરીશું.
મુંબઇઃ બૉલીવુડમાં આજકાલ સોનમ કપૂરના લગ્નની ખુબજ ચર્ચા છે. મુંબઇમાં યોજાવવા જઇ રહેલા સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નમાં હવે માત્ર આઠ દિવસનો સમય બાકી રહ્યો છે. પણ આના વિશે ના સોનમે કે ના તેના પરિવારે હજુ સુધી કોઇ વાત કરી છે.
અનિલ કપૂર આગળ કહ્યું, બહુજ જલ્દી તમને ખબર પડશે કે મારા ઘરની બહાર રોશની કેમ છે અને કેમ શરણાઇ વાગવાની છે. બહુજ જલ્દી તમને બધુ ખબર પડી જશે. અમે તમારાથી કંઇજ નહીં છુપાવીએ. બધી વસ્તુઓ તમારી સાથે શેર કરીશું.
સલમાનની પ્રસંશા કરતા અનિલ કપૂરે કહ્યું કે, સલમાનની સાથે જ્યારે હું કામ કરુ છું તો મને લાગે છે કે હું કામ કરી રહ્યો છું. તેની સાથે કામ કરતી વખતે સેટ પર એનર્જી ખુબજ પૉઝિટીવ રહે છે. તે મહેનત પણ કરે છે, કામ પણ કરે છે અને સાથે હંસી-મજાક પણ ચાલતી રહે છે.
અનિલ કપૂરે આગળ કહ્યું, મને લાગે છે કે ક્યારેક-ક્યારેક એવો માહોલ હોય તો ફિલ્મો સારી બને છે, મનોરંજક બને છે. 'રેસ 3' પણ તમને લોકોને જરૂર એન્ટરટેઇન કરશે. અનિલ કપૂરે કહ્યું, સલમાન ખાને દિલ ખોલીને 'રેસ 3' બનાવી છે. ઉલ્લેખનીય છે કે, રેમો ડિસુઝાના નિર્દેશનમાં બનેલી 'રેસ 3' આ વર્ષે ઇદના તહેવારે રિલીઝ થશે અને સલમાન ખાન પણ આ ફિલ્મના નિર્માતાઓમાંના એક છે.
'રેસ 3'માં સલમાન ખાનની સાથે ફરી એકવાર કામ કરવાના અનુભવ વિશે પુછવાથી અનિલ કપૂરે કહ્યું, સલમાનની સાથે મે ઘણુ કામ કર્યું છે, તેની સાથે 4-5 ફિલ્મો કરી છે અને મોટાભાગની ફિલ્મો લોકોને ગમી છે. હું આશા રાખીશ કે લોકોને આ ફિલ્મ પણ ગમશે.