સોનાએ લખ્યું, સોની ટીવી દ્વારા એક વર્ષની અંદર અનુ મલિકને ફરીથી ‘ઇન્ડિયન આઇડલ’ પર બોલાવી લેવો એ લોકોના મોં પર તમાચો સમાન છે, જે લોકો ભારતમાં તેના બાળક માટે એક બેસ્ટ અને સુરક્ષિત ભવિષ્ય ઇચ્છે છે. તેની સાથે તેણે લખ્યું #AnuMalik #RatReturnsToTheGutter & #SpreadingFilth. સોનાએ અનુ મલિકને ગટરનો ઉંદર કહેતા લખ્યું કે, ઉંદર ગટરમાં વાપસી કરી રહ્યો છે.
સોનાની આ પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝર્સે લખ્યું કે આ દેશ માટે શરમની વાત છે જ્યારે અનુ મલિક જેવા લોકોને આગળ વધારવામાં આવે છે. અર્જુન મલિકે સોનાન ટ્વીટ પર જવાબ આપતા શુઅરની તસવીર પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે સોના મોહપાત્રા સિવાય શ્વેતા પંડિતે પણ અનુ મલિક પર ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
સોના મોહપાત્રા અને શ્વેતા પંડિત બાદ બે અન્ય મહિલાઓએ તેમની આપવીતી સંભળાવી હતી. જેમાથી એકનું કહેવું છે કે ઇ.સ 1990માં મારી મુલાકાત મહેબૂબ સ્ટુડિયોમાં અનુ મલિક સાથે થઇ હતી. જ્યાં તે એક ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. આ દરમિયાન અનુ મલિકે તેના શરીરને ખરાબ રીતે અડવાની કોશિશ કરી. જ્યારે તેના આ વ્યવહાર માટે હેરાની વ્યક્ત કરી તો તેને માફી માંગી હતી.