મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. એવામાં પેરિસમાં યોજાનાર ફેશન વીકમાં જવાનું દીપિકા પાદૂકોણે કેન્સલ કર્યું છે. હવે આ જાનલેવા વાયરસથી લોકોને બચવા માટે અભિનેતા અનુપમ ખેરે દેશી નુસખો શેર કર્યો છે. અનુપમ ખેરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ઘરેલુ નુસખા જણાવી લોકોને ખતરનાક વાયરસની સર્તક રહેવા માટે કહી રહ્યા છે.


અનુપમ ખેરે ટ્વિટર પર વીડિયો શેર કર્યો જેમાં તેમણે કહ્યુંમને અનેક લોકોએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના ચેપથી બચવા માટે હાથ સતત ધોતા રહેવા જોઈએ. હું દર વખતે આમ કરું છું. હું ભારતીય તરીકે એક સલાહ પણ આપવા ઈચ્છીશ, જેને લોકો નમસ્તે કહે છે. આ સ્વસ્છ, મૈત્રીપૂર્ણ તથા તમારી એનર્જીને કેન્દ્રિત રાખે છે.


આ વીડિયો શેર કરતા અનુપમ ખેરે કહ્યું, મારા મિત્રો, દુનિયાભરમાં કોરોનાવાઈરસના વાતાવરણની વચ્ચે મને લાગે છે કે એકબીજાનું અભિવાદન કરવાની સૌથી સારી રીત હાથ મિલાવવા નહીં પરંતુ જૂની ભારતીય પરંપરા નમસ્તે છે. બસ, પોતાના બંને હાથ સાથે મિલાવો, જેથી તમને ચેપ ના લાગે. તમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ડર ના રહે. આ માત્ર એક આઈડિયા છે. નમસ્તે, હાથમિલાવવા અથવા એકબીજાને ગળે લગાવવાની તુલનાએ તમારી એનર્જીને કેન્દ્રિત રાખે છે. અનેકવાર આ જરૂરી છે કે આપણે સતર્ક રહીએ. આથી જ નમસ્તે.

ફેન્સે અનુપમ ખેરના ટ્વિટર પોસ્ટને પસંદ કરી છે. ઘણા યૂઝર્સ અનુપમ ખેરના આ ટ્વિટને રિટ્વિટ કરી રહ્યા છે.