Anushka Sharma Gets Emotional On RCB Winning: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીની (Virat Kohli) જોડી ચાહકોને ઘણી પસંદ છે. બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળે છે. ગત સાંજે પણ અભિનેત્રી તેના પતિ વિરાટને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં પતિની જીત બાદ તેની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.


18 મે, 2024 ના રોજ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને CSK વચ્ચે IPL મેચ રમાઈ હતી. આ દરમિયાન વિરાટ કોહલીની ટીમ RCBએ જીત નોંધાવી અને IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. આવી સ્થિતિમાં જ્યાં વિરાટ કોહલી ખુશીથી ઉછળ્યો, તો અનુષ્કા પણ ખુશ થઈ ગઈ.






અનુષ્કાની આંખોમાં આંસુ જોવા મળ્યા


RCB vs CSK મેચની ઘણી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં, અનુષ્કા શર્માનો એક વીડિયો પણ છે જે તેના પતિ માટે તાળીઓ પાડતી જોવા મળે છે જ્યારે તેની ટીમ જીતે છે. આ વીડિયોમાં અનુષ્કા પણ ઈમોશનલ જોવા મળી હતી. અભિનેત્રીની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાય છે. વિરાટ કોહલી ઘણી ક્લિપ્સમાં ભાવુક પણ જોવા મળ્યો હતો.


આ કપલ ડિનર ડેટ પર જોવા મળ્યું હતું


તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અનુષ્કા શર્મા ઘણી વખત સ્ટેડિયમમાં પતિ વિરાટ કોહલીને પ્રોત્સાહિત કરતી જોવા મળી છે. હાલમાં જ કપલ ડિનર ડેટ એન્જોય કરતા પણ જોવા મળ્યું હતું. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બ્લેક કલરમાં ટ્વિન કરતા જોવા મળ્યા હતા. તેણે રેસ્ટોરન્ટમાં જોરદાર પોઝ પણ આપ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. દંપતીએ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ તેમના બીજા બાળક અકાયનું પણ સ્વાગત કર્યું હતું અને બીજી વખત માતા-પિતા બન્યા બાદ આ દંપતીની પ્રથમ ડિનર ડેટ હતી.


IPL 2024 પ્લેઓફ શેડ્યૂલ અને સ્થળ


ક્વોલિફાયર-1: અમદાવાદમાં 21 મે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (પોઈન્ટ ટેબલની ટોચની 2 ટીમો વચ્ચે)


એલિમિનેટર: અમદાવાદમાં 22 મે , નરેન્દ્ર મોદી સ્ટેડિમ (પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે)


ક્વોલિફાયર 2: ચેન્નાઈમાં 24 મે, એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ક્વોલિફાયર 1 ના હારનાર અને એલિમિનેટરના વિજેતા વચ્ચે)


ફાઈનલ: ચેન્નાઈમાં 26 મે, એમ એ ચિદમ્મબર સ્ટેડિયમ (કવોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ના વિજેતા વચ્ચે)