✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફરી વાર વિશ્વમાં વાગ્યો બોલિવૂડની આ એક્ટ્રેસનો ડંકો, મેડમ તુસાદમાં મૂકાશે બોલતું સ્ટેચ્યૂ!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jul 2018 07:56 AM (IST)
1

સિંગાપુર મેડમ તુસાદની જનરલ મેનેજર એલેક્સ વાર્ડે કહ્યું કે, “અમે અનુષ્કા શર્મા સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. અહીં ઘણા પર્યટકો આવે છે અને ભારતથી પણ ઘણા પ્રવાસીઓ આવે છે. અનુષ્કા શર્માનું બોલતું સ્ટેચ્યૂ જોઈને દર્શકોને આકર્ષિત કરી શકીશું.

2

સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, સિંગાપુરમાં અનુષ્કા શર્માનું જે સ્ટેચ્યૂ હશે તેના હાથમાં એક ફોન હશે. તે ફોન અસલી હશે અને લોકો સ્ટેચ્યૂ સાથે સેલ્ફી પણ લઈ શકશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ફોનને હાથ લગાવશે અનુષ્કાનું સ્ટેચ્યૂ તેની સાથે વાત કરશે.

3

મહત્વનું છે કે દુનિયાભરમાં ગણતરીની જ હસ્તીઓ એવી છે જેના વેક્સ સ્ટેચ્યૂમાં ઈંટરેક્ટિવ ફીચર એટલે બોલવાની ટેકનિક હોય. અનુષ્કા સિવાય ઓપરા વિનફ્રે, ક્રિટિયાનો રોનાલ્ડો, લુઈસ હેમિલ્ટનના ઈન્ટરેક્ટિવ સ્ટેચ્યૂ છે.

4

નોંધનીય છે કે, સિંગાપુરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમમાં પહેલીવાર વેક્સનું એવું સ્ટેચ્યૂ મૂકાશે જે બોલી શકશે. રસપ્રદ વાત એ છે અનુષ્કા બોલિવુડની પહેલી એવી સેલિબ્રિટી બની છે જેનું ટોકિંગ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મૂકાશે.

5

નવી દિલ્હીઃ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. પોતાની શાનાદર એક્ટિંગ અને બિન્દાસ અંદાજને કારણે અનુષ્કા ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ જાણીતી છે. બોલિવૂડના મોટા મોટા સ્ટારની સાથે કામ કર્યા બાદ અનુષ્કા હવે એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. ટૂંકમાં જ સિંગાપુરના મેડમ તુષાદ મ્યૂઝિયમમાં અનુષ્કાનું બોલતું વેક્સ સ્ટેચ્યૂ જોવા મળશે, જે લોકો સાથે વાત કરશે.

  • હોમ
  • મનોરંજન
  • ફરી વાર વિશ્વમાં વાગ્યો બોલિવૂડની આ એક્ટ્રેસનો ડંકો, મેડમ તુસાદમાં મૂકાશે બોલતું સ્ટેચ્યૂ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.