Bollywood: અનુષ્કા શર્મા ડિલિવરી બાદ સાઇડ ઇફેક્ટ સહન કરી રહી છે. થોડા દિવસ પહેલા બે બાળકોની મા બની ચૂકી કરીએ પણ તેની ડિલિવરી બાદ થતી સમસ્યાને શેર કરી હતી. હવે અનુષ્કાએ પણ જણાવ્યું છે કે, તે આફટર ડિલિવરી કેટલીક સમસ્યાને સહન કરી રહી છે. જો કે તેમને તેનું સમાધાન શોધી લીધું છે.


 11 જાન્યુઆરીએ અનુષ્કા શર્માએ પ્યારી બેબીગર્લને જન્મ આપ્યો. જેનું નામ વામિકા રાખ્યું છે. મા બન્યાં બાદ તે ખૂબ જ ખુશ છે. વિરાટ પણ એટલો જ ખુશ જોવા મળે છે.જો કે હવે અનુષ્કા ડીલિવરી બાદના સાઇટ ઇફેક્ટનો સામનો કરી રહી છે. થોડા દિવસ પહેલા બંને બાળકોની મા બની ચૂકી કરીનાએ પણ પોસ્ટ ડિલિવવરીની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. હવે અનુષ્કાએ પણ કંઇક આવી જ સમસ્યાની ફરિયાદો કરી છે. જો કે તેમણે કહ્યું હતું કે, તેમણે તેમનું સમાધાન શોધી લીધું છે.



 હેયર ફોલથી પરેશાન અનુષ્કા
અનુષ્કાએ એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી હતી.તેમાં તે ખૂબસૂરત જોવા મળી રહી છે. જો કે તેના વાળ ખૂબ નાના અને પાંખા થઇ ગયા છે. ડિલિવરી બાદ તેના વાળ વધુ ખરતા હોવાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે વાળની આ દશા જોઇને અનુષ્કાએ તેનું સમાધાન શોધી કાઢ્યું તેમણે વાળ કટ કરાવી દીધા.


 સોનમ કપૂરને કહ્યું થેન્કસ
તેમની આ પોસ્ટમાં અનુષ્કા શર્માએ સોનમ કપૂરને થેન્ક્યૂ પણ કહ્યું છે. અનુષ્કા હાલ લંડનમાં છે અને તેમણે જોર્જ નોર્થવૂડ પાસે હેરકટ કરાવ્યાં છે. તેની સાથે કોન્ટેક્ટ કરવા માટે સોનમકપૂરે તેમની મદદ કરી હતી. આ કારણે ન્યૂ હેરકટનો ફોટો શેર કરવાની સાથે અનુષ્કા સોનમ કપૂરનો પણ આભાર માન્યો છે. ડિલીવરી બાદ હેર લોસ એક સામાન્ય સમસ્યા છે. અનુષ્કા પણ હાલ આ સમસ્યાનો સામનો કરી રહી છે. તેમણે આ સમસ્યામાં માત્ર એ એક જ ઉપાય દેખાયો અને અને હેર કટ આ સ્ટાઇલમાં કરાવી લીધા. ફેન્સ તેમના આ ન્યૂ હેરકટની પ્રશંસા કરી રહ્યાં છે.