સલમાનનો ભાઈ નવી ગર્લફ્રેન્ડને લઈ જલ્દી કરી શકે છે જાહેરાત, જાણો વિગત
અરબાઝ હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.
ડિનર ડેટ પર અમૃતા અને જ્યોર્જિયા ઉપરાંત અરબાઝનો દીકરો અરહાન ખાન પણ હાજર હતો. તે પણ બધાની સાથે ચિલઆઉટ કરતો નજરે પડ્યો હતો.
2016માં અરબાઝ અને મલાઈકાના છુટાછેડા થયા હતા.
તાજેતરમાં જ અરબાઝ અને જ્યોર્જિયાની સાથે અમૃતા પણ ડિનર કરતી જોવા મળી હતી. ભલે અરબાઝ અને મલાઇકા અલગ થઈ ગયા હોય પરંતુ મલાઇકાની બહેન અમૃતા અને અરબાઝના સંબંધમાં કોઈ ફેર પડ્યો નથી.
સૂત્રોના કહેવા મુજબ જ્યોર્જિયાના અરબાઝના પરિવારજનો પણ પસંદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ બંને તેમના રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી શકે છે. નવાઈની વાત એ છે કે અરબાઝ અને જોર્જિયાના સંબંધ મલાઇકા અરોરાની બહેન અમૃતા પણ પસંદ કરી રહી છે.
મુંબઈઃ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા અલગ થયા પછી તેમની પર્સનલ લાઇફમાં ઘણા આગળ વધી ચુક્યા છે. અરબાઝ હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ બંને સાથે અરબાઝની બહેન અર્પિતા ખાનનો બર્થ ડે મનાવવા હૈદરાબાદ ગયા હતા.