16 Arijit Singh MS Dhoni: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની શરૂઆત થઈ. બોલિવૂડના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહે IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પોતાનું જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અરિજિત સિંહે પોતાના જાદુઈ અવાજથી બધાને દંગ કરી દીધા હતા. આ દરમિયાન અરિજીત સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પગને સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને હવે ફેન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.
IPL 2023: અરિજિત સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના કર્યા ચરણ સ્પર્શ, અદભૂત નજારો કેમેરામાં થયો કેદ
gujarati.abplive.com | 02 Apr 2023 11:43 AM (IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી. જેમાં ગાયક કલાકાર અરિજિત સિંહે પોતાના મખમલી અવાજનો જાદુ ફેલાવ્યો હતો.
તસવીર ટ્વીટરમાંથી