બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર તેની માતા મોના શૌરીને ખૂબ પ્રેમ કરે છે. મોના શૌરીનું 2002 માં બીમારીને કારણે નિધન થયું હતું. અર્જુન દરેક ખાસ પ્રસંગે તેની સાથે સુંદર તસવીરો શેર કરીને પોતાની સ્વર્ગસ્થ માતાને યાદ કરતો જોવા મળે છે. એટલું જ નહીં, અર્જુન કપૂર ઇન્ટરવ્યુમાં પણ માતા મોના શૌરી સાથેના તેમના સંબંધો વિશે જણાવતો રહે છે. તાજેતરમાં, અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેણે તેની માતા સાથેના તેના ખાસ સંબંધો વિશે ખુલીને વાત કરી છે. આ દરમિયાન, અર્જુન કપૂરે કહ્યું કે, તે કદાચ એક જ વ્યક્તિ હતી, જે તેcને સંપૂર્ણપણે સમજી હતી.
અર્જુન કપૂરે 'મેન્સ હેલ્થ' મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે તેની માતા વિશે વાત કરતા કહ્યું હતું કે, મારી માતા માત્ર મારી માતા જ નહોતી. તે મારી મિત્ર પણ હતી. મને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ હતો. કદાચ તે એકમાત્ર વ્યક્તિ હતી જે હંમેશા મને સારી રીતે સમજતી હતી. હવે મારી બહેન અંશુલા અને મારી બે બહેનો છે, જે મારો સહારો છે.
આગળ, અર્જુન કપૂરે કહ્યું કે, તેની માતા સિવાય, તેના જીવનમાં કેટલાક અન્ય લોકો છે, જેમનો તેમના જીવન પર પ્રભાવ છે. અભિનેતાએ કહ્યું કે, મારા જીવનમાં કેટલીક અદભૂત મહિલાઓ છે, જેમ કે પરિણીતી ચોપરા અને આલિયા ભટ્ટ જેનો મારી સહ અભિનેત્રી તરીકે મારા જીવનમાં સારો પ્રભાવ છે. આ સિવાય પણ મારા સારા મિત્રો છે. જેનું મારા જીવનમાં ઘણું મહત્વ છે.
એવું કહેવાય છે કે, અર્જુન કપૂર અને તેના પિતા બોની કપૂર વચ્ચેના સંબંધો બહુ સારા નહોતા અને ન તો અભિનેતા તેની સાવકી બહેનોના સંપર્કમાં રહેતા હતા. પરંતુ શ્રીદેવીના અવસાન બાદ અર્જુન કપૂર તેમના પરિવાર માટે સપોર્ટ સિસ્ટમ તરીકે ઉભરી આવ્યો છે. જાહ્નવીએ અર્જુન કપૂર સાથેના સંબંધો અંગે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પહેલા અમારી વચ્ચે મૌન રહેતું હતું. અમે મળતા હતા, પરંતુ અમારી વચ્ચે કોઈ વાતચીત થતી ન હતી. હું મારા પરિવાર પાસેથી ઘણું શીખ્યો છું. અમારા એક જ પિતા છે, અમારું એક લોહી છે.
અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ 'ભૂત પોલીસ' માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અર્જુન સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડીઝ જોવા મળ્યા હતા.