એક્ટ્રેસને ફિલ્મમાં ઓછી પૈસા મળવાને લઇને અર્જૂન કપૂરે આપ્યું આ મોટુ નિવેદન
ગઇ રાત્રે ‘બેન્ડ ધ જેન્ડર’ કાર્યક્રમમાં અર્જૂનએ કહ્યું કે, ‘‘અમે લોકો એવું નથી કહી રહ્યાં કે તમે અભિનેત્રીઓને આપો છો તે અમે કામ નહીં કરીએ. મે ક્યારેક સાથે કામ કરનારા કલાકારને કેટલા પૈસા મળે છે તેના વિશે નથી પુછ્યું.’’ જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ માટે નજર બદલાઇ છે કેમકે ફિલ્મની વ્યાવસાયિક સફળતાને લઇને હવે અભિનેત્રીઓ પણ વધુ મેહનતાણું મેળવી રહી છે.
અર્જૂનનું માનવું છે કે, એવુ નથી કે ફિલ્મમાં અભિનેતા અભિનેત્રીઓ બેસ્ટ હોય છે પણ કેટલાય વર્ષો સુધી નાયક જ કોઇ ફિલ્મ માટે ટિકીટ બારીનો વેપાર વધારી રહ્યો છે.
વધુમાં કહ્યું કે, હું મહિલા પ્રધાન ફિલ્મ કહેવાનો વિરોધી છું, પણ જો ઉદાહરણ તરીકે રાઝી સારુ કામ કરે છે તો આલિયા ભટ્ટને તેની નેક્સ્ટ ફિલ્મ માટે વધુ પૈસા મળશે. આવો જ ફાયદો એનએચ-10થી અનુષ્કાને મળ્યો છે.
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટ્રેસીસને એક્ટર કરતાં ઓછા પૈસા આપવાને લઇને હંમેશા ચર્ચાઓ ચાલતી રહે છે, હવે મુદ્દે અર્જૂન કપૂરે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. અર્જૂનનું માનવું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેનતાણાનું અંતર એ સંવેદનશીલ મુદ્દો છે. જોકે, કોને કેટલા પૈસા મળે છે તેના વિશે વાત કરવી મુર્ખતા ભરેલી અને બેકાર લાગે છે.