લગ્નના 20 વર્ષ બાદ છૂટાછેડા લેશે આ એક્ટર, રિતિક રોશનની એક્સ પત્ની સાથે અફેરની હતી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલનું નામ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન સાથે જોડવામાં આવતુ હતું અને તેમના અફેરની પણ ચર્ચા ચાલુ હતી. રિતિક અને અર્જુન એક સમયે ફેમિલી ફ્રેન્ડ્સ હતા. સુઝેન અને મેહર ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળતા હતા. ચાર વર્ષ પહેલા રિતિક અને સુઝેન અલગ થયા ત્યારે અર્જુનને કારણ માનવામાં આવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું કે, 20 વર્ષની આ સુંદર જર્નીનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અમે બન્ને સારા મિત્રો બનીને રહીશું અને જ્યારે એકબીજાને જરુર હશે ત્યારે એકબીજાનો સાથ પણ આપીશું.
ઉલ્લેખનીય છે કે અર્જુન અને મેહરની મહિકા(16) અને માયરા(13) નામની બે દીકરીઓ પણ છે. પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અર્જુન અને મેહરે કહ્યું છે કે, તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહેશે અને ખાસ કરીને તેમની દીકરીઓ માટે.
નવી દિલ્હીઃ એક્ટર અર્જુન રામપાલ અને તેની ત્ની મેહરે 20 વર્ષના લગ્ન બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી બન્ને વચ્ચે સંબંધમાં ખટાશ ચાલી રહી હોવાની ચર્ચા હતી. અહેવાલ અનુસાર બન્ને વચ્ચે અંતર વધવાનું કારણ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન હોવાનું કહેવાય છે. આ પહેલા અહેવાલ આવ્યા હતા કે સંબંધમાં ખટાશ આવવાને કારણે અર્જુન પોતાનું ઘર છોડીને પણ ચાલ્યો ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -