Atul Parchure passed away: મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાની અદ્ભુત કોમિક ટાઈમિંગથી લોકોના દિલ જીતનાર દિગ્ગજ અભિનેતા અતુલ પરચુરેનું આજે 14 ઓક્ટોબરે નિધન થયું. 57 વર્ષની ઉંમરે એક્ટરે છેલ્લા શ્વાસ લીધા છે. થોડા વર્ષો પહેલા જ એક્ટરને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું, જે પછીથી તેમની સારવાર ચાલુ હતી. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો તેમના નિધનથી આઘાતમાં છે. અતુલે પોતાના લાંબા કરિયરમાં ઘણી મરાઠી અને હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેઓ 'કપિલ શર્મા શો'માં ઘણા પાત્રો ભજવવા માટે જાણીતા હતા.


અતુલ પરચુરે એક ટીવી અભિનેતા તરીકે ઓળખ બનાવવાથી લઈને હિન્દી અને મરાઠી પડદા પર પોતાની કોમેડી માટે જાણીતા હતા. 30 નવેમ્બર 1966ના રોજ મુંબઈમાં તેમનો જન્મ થયો હતો. અતુલે પોતાનું શાળાનું શિક્ષણ અને કૉલેજનું અભ્યાસ મુંબઈથી કર્યું અને પોતાના કૉલેજના દિવસોમાં જ તેઓ થિયેટર સાથે જોડાયા. તેમણે ઘણા મરાઠી અને હિન્દી નાટકો કર્યા અને જલ્દી જ તેમને નાના પડદા પર કામ કરવાની તક મળી. આ પછી તેમણે 1993માં રિલીઝ થયેલી 'બેદર્દી'થી તેમની ફિલ્મોમાં એન્ટ્રી થઈ. શાહરુખ ખાન અને સલમાન ખાન જેવા મોટા બોલીવુડ દિગ્ગજો સાથે અતુલે કામ કર્યું.


બોલીવુડમાં તેમની કેટલીક ફિલ્મોમાં 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા', 'ક્યોં કી...', 'ક્યોં કી... મૈં ઝૂઠ નહીં બોલતા', 'સ્ટાઈલ', 'ક્યા દિલ ને કહા', 'ચોર મચાયે શોર', 'ગોડ ઓન્લી નોઝ', 'કલકત્તા મેલ', 'જજંતરમ મમંતરમ', 'તુમસા નહીં દેખા', 'યકીન', 'ચકાચક', 'કલયુગ', 'અંજાને - ધ અનનોન' જેવી નામી ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત તેઓ ઘણા નામી ટીવી શોમાં પણ દેખાયા. 'કપિલ શર્મા શો', 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ', 'ખિચડી', 'આર કે લક્ષ્મણ કી દુનિયા' જેવા લોકપ્રિય ટીવી શોમાં દેખાયા હતા.


અતુલ પરચુરેએ મરાઠી ધારાવાહિકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે ઝી મરાઠી ચેનલ પર 'અલી મુમી ગુપચિલી', 'જાઓ સુન મી હયે ઘરચી', 'જાગો મોહન પ્યારે', 'ભાગો મોહન પ્યારે' જેવી ધારાવાહિકોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે ઘણા નાટકોમાં પણ અભિનય કર્યો છે.


આ પણ વાંચોઃ


દરરોજ 2 કાજુ ખાવાથી 5 સમસ્યાઓ દૂર રહે છે