નવી દિલ્હીઃ 'અવતારઃ ધ વે ઓફ વોટર'(Avatar: The Way of Water)નું નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના ટ્રેલર અને પોસ્ટર લોન્ચના અવસર પર નાયગ્રા ફોલ્સ પર ફિલ્મના સીન પર બનેલો અદભૂત લાઇટ શો બતાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.
'અવતાર: ધ વે ઓફ વોટર' સાથે જેમ્સ કેમરૂન પ્રેક્ષકોને પેંડારાની અદભૂત દુનિયામાં એક ઇમર્સિવ અને રોમાંચક એક્શનથી ભરપૂર સાહસમાં પાછા લઈ જાય છે. પ્રથમ ફિલ્મની રજૂઆતના એક દાયકાથી વધુ સમય પછી અવતાર: ધ વે ઓફ વોટર સુલી પરિવારની વાર્તા કહે છે. તેઓ એકબીજાને સુરક્ષિત રાખવા માટે ક્યાં સુધી જાય છે, લડે છે તે આ સિક્વલમાં જોવા મળશે. ટ્રેલરમાં પેન્ડોરાની સુંદર દુનિયા જોઈને દર્શકો દંગ રહી જાય છે.
'અવતારઃ ધ વે ઓફ વોટર'નું નવું ટ્રેલર જોયા બાદ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. જેમ્સ કેમરૂન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સેમ વર્થિંગટન, જો સલદાના, સિગોરની વીવર, સ્ટીફન લેંગ અને કેટ વિન્સલેટ છે. ફિલ્મની પટકથા જેમ્સ કેમરૂન અને રિક જાફા અને અમાન્ડા સિલ્વરએ સાથે મળીને લખી છે. જેમ્સ કેમરૂન અને રિક જાફા અને અમાન્દા સિલ્વર અને જોશ ફ્રિડમેન અને શેન સાલેર્નોએ સાથે મળીને વાર્તા તૈયાર કરી છે
'20મી સેન્ચ્યુરી સ્ટુડિયો ઈન્ડિયા' અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં 'અવતારઃ ધ વે ઑફ વૉટર' રિલીઝ કરશે. દર્શકો આ ફિલ્મની રિલીઝની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
Movies In November: ભેડિયા, Drishyam 2 અને Yashoda સહિત નવેમ્બરમાં આવશે આ 10 ધમાકેદાર ફિલ્મો
Film Releasing in November 2022: દિવાળીના તહેવારોની સિઝન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સુસ્ત રહી છે. ઘણી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી, પરંતુ નવેમ્બર મહિનો ફિલ્મ પ્રેમીઓ માટે ધમાકેદાર રહેવાનો છે. આ મહિને એક-બે નહીં પરંતુ 10થી વધુ બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. અજય દેવગન, કેટરિના કૈફ, વરુણ ધવનથી લઈને રાજકુમાર રાવ જેવા સુપરસ્ટારની ફિલ્મો મનોરંજનના ડબલ ડોઝ સાથે હાજર છે.