Avatar 2 Worldwide Weekend Box Office Collection: એક દાયકા કરતાં વધુ સમયથી અવતારના ચાહકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને એવી દુનિયાનો પરિચય કરાવ્યો હતો જેણે દરેક જોનારના હોશ ઉડાડી દીધા હતા.. હવે ડિરેક્ટર જેમ્સ કેમરૂને આખરે વિશ્વભરમાં ફિલ્મ અવતાર 2 રિલીઝ કરી છે. આ સાથે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી દીધી છે.


પહેલા વીકએન્ડમાં 3000 કરોડનો આંકડો પાર કર્યો


અવતાર: ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બર 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. તેને જોવા માટે દુનિયાભરમાંથી દર્શકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે. રિલીઝના પહેલા ત્રણ દિવસમાં ફિલ્મે ઘણી કમાણી કરી લીધી છે. આ સાથે ઘણા રેકોર્ડ્સ બન્યા છે અને કેટલાક તોડ્યા પણ છે. તેના બોક્સ ઓફિસના અહેવાલો પણ સામે આવ્યા છે. તેમના મતે ફિલ્મના પ્રથમ વીકએન્ડ પર અવતાર 2 એ જબરદસ્ત ધમાલ મચાવી છે.






પ્રથમ દિવસે અવતાર 2 ની બમ્પર ઓપનિંગ


ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, અવતાર 2 એ વૈશ્વિક બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. પ્રથમ સપ્તાહના અંતે ફિલ્મે ઉત્તર અમેરિકામાં 134 મિલિયન ડોલર, ચીનમાં 59 મિલિયન ડોલર અને બાકીના વિશ્વમાં 242 ડોલર મિલિયનની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની કુલ કમાણી 435 મિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતીય રૂપિયાના હિસાબે આ આંકડો લગભગ 3,598 કરોડ રૂપિયા છે.


ભારતમાં છ ભાષાઓમાં રિલીઝ


દિગ્દર્શક જેમ્સ કેમરૂને તેમની એપિક સાયન્સ ફિક્શન ફિલ્મ અવતાર 2 ભારતમાં 6 ભાષાઓમાં રિલીઝ કરી છે. જેમાં અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ફિલ્મ 3D તેમજ IMAX ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે. ભારતમાં ફિલ્મે છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 133 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.






ભારતીય બોક્સ ઓફિસ પર અવતાર 2 એ 41 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કરી હતી. હોલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મોની યાદીમાં તે બીજા નંબર પર આવી ગઈ છે. પ્રથમ નંબરે હજુ પણ સુપરહીરો ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ છે, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 53.10 કરોડની કમાણી કરી હતી.