નવી દિલ્હીઃ હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સઃ એંડગેમ રિલીઝના દિવસથી જ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રીહ છે. ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મે ઓપનિંગ ડે પર કમાણીનો ઈતિહાસ રચ્યા બાદ હવે ત્રણ દિવસમાં સૌથી વધારે કમાણી કરનારી હોલિવૂડ ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો છે.



બોક્સઓફિસઇન્જિયા.કોમના અહેવાલ અનુસાર વીકેન્ડ પર ફિલ્મે અંદાજે 104 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શનિવારે ફિલ્મે 51.25 કરોડ રૂપિયાની કમાણી કરી તો રવિવારે આ આંકડો 53 કરોડ રૂપિયાની આસપાસ રહ્યો છે.

શુક્રવારથી લઈને રવિવાર સુધીની કમાણીની વાત કરીએ તો માર્વલ સ્ટૂડિયોની આ ફિલ્મે 157 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી છે.



એવેન્જર્સઃ એંડગમે ભારતીય બોક્સ ઓફિસ પર વિતેલા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોરની ત્રણ દિવસની કમાણીની સામે 67 ટકા વધારે કમાણી કરી છે.

જાણકારો અનુસાર જો નવા સપ્તાહના શરૂઆતના દિવસોમાં પણ ફિલ્મ આ રીતે તાબડતોડ કમાણી કરશે તો ફિલ્મ ટૂંકમાં જ નવો રેકોર્ડ બનાવી દેશે.