મુંબઈ: આયુષ્યમાન ખુરાનાની નવી ફિલ્મ આવવાની છે જેનું નામ છે 'બાલા'. આ ફિલ્મના એક ગીતને લઈ વિવાદ થયો છે. ફિલ્મના ગીત ડોન્ટ બી શાઈને હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને ખાસ ચર્ચામાં છે. બ્રિટનના સિંગર અને કમ્પોઝર ડૉક્ટર જ્યૂસ (બલજીત સિંહ પદમ)એ ટ્વિટર પર દાવો કર્યો છે કે ડોન્ટ બી શાઈ તેના જાણીતા ગીતને ચોરી કરી બનાવવામાં આવ્યું છે. તેના આ દાવા બાદ સિંગર બાદશાહે તેની માફી માંગી છે. તેણે લખ્યું- ડોન્ટ બી શાઈને લઈને જે પરિસ્થિતિઓ ઉત્તપન્ન થઈ છે તેને હું જાણુ છું. હું મારી વાત એ રીતે ચાલુ કરવા માંગુ છુ કે હું જ્યૂસ પાજીને પ્રેમ કરુ છું, તેમનુ સમ્માન કરૂ છું અને તેઓ પણ આ વાત જાણે છે. પોતાની વાતને આગળ વધારતા તેણે લખ્યું, તેમને મારા પર ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે કારણ કે તેઓ મારા સીનિયર છે અને મે તેમની પાસેથી ઘણુ શીખ્યો છું. જ્યારે મારા મિત્ર સચીન-જિગર મારી પાસે આ ગીતને લઈને આવ્યા ત્યારે અમે શ્યોર કર્યું હતું કે અમારી પાસે તેનાથી જોડાયેલા અધિકાર છે. તેણે આગળ કહ્યું- પરંતુ લાગે છે કે હજુ પણ કેટલીક ભૂલ બાકી છે જેને અમે ખૂબ ઓછા સમયમાં ઠીક કરી લેશું. હું જ્યૂસ પાજીને સપોર્ટ કરૂ છું. ઉલ્લેખનીય છે કે ફિલ્મ બાલાની સ્ટોરી અને ઉઝડા ચમનની સ્ટોરી ઘણી મળતી આવે છે. દર્શકો આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મને પસંદ કરશે તે સમય બતાવશે.