બોલીવુડની આ હોટ એક્ટ્રેસનો પતિ જુગારનો અડ્ડો ચલાવવાના કેસમા પકડાયો, સલમાનની રહી ચૂકી છે એક્ટ્રેસ
abpasmita.in | 04 Jul 2019 08:47 AM (IST)
પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી છે. 11 જૂનના રોજ અંધેરી પશ્ચિમના લોખંડવાલાના એક ફ્લેટમાં જુગાર રમતા 21 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈઃ બોલીવુડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ગુનામાં પકડાય તેમાં નવું કશું નથી. આ યાદીમાં હવે બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીનું નામ જોડાયું છે. પોલીસે હિમાલયની મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં જુગારના અડ્ડા ચલાવવા બદલ ધરપકડ કરી હતી. જો કે તેને જામીન મળી જતાં તે છૂટી ગયો છે. પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, 11 જૂનના રોજ અંધેરી પશ્ચિમના લોખંડવાલાના એક ફ્લેટમાં જુગાર રમતા 21 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી કાર્ડ્સ, પોકરની બુક તથા રોકડા 7.5 લાખ રૂપિયા મળી આવ્યા હતાં. પોલીસે ફ્લેટમાં રહેતા દિપક ગુપ્તાની ધરપકડ કરી હતી. દિપકે જ માહિતી આપી હતી કે, આ અડ્ડાનો માલિક હિમાલય દાસાની તથા તેનો પાર્ટનર કરણ ઠક્કર છે. ફ્લેટમાંથી એક લાલ ડાયરી પણ મળી હતી. જેમાં અડ્ડાના માલિકના નામમાં હિમાલય દાસાની લખેલું હતું. પોલીસ દ્વારા આ ડાયરીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સોમવારે હિમાલયને અંબોલી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો અને કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મંગળવારે તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.