યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે પવનસિંહ અને પાયલ દેવનું ‘કરંટ’ સૉન્ગ, 20 કલાકમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ

આ ગીતમાં એકવાર ફરીથી પવનસિંહ, જાણીતી કમ્પૉઝર પાયલ દેવ અને કૉરિયોગ્રાફર મુદસ્સર ખાનની ત્રિપુટીએ કમાલ કરી દીધો છે, જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

Continues below advertisement

પટનાઃ ભોજપુરીના પાવર સ્ટાર પવનસિંહનો પાવર એકવાર ફરીથી યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. સોમવારે પવનસિંહ અને પાયલ દેવનુ નવુ ગીત 'કરંટ' યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યુ, આ ગીતમાં એકવાર ફરીથી પવનસિંહ, જાણીતી કમ્પૉઝર પાયલ દેવ અને કૉરિયોગ્રાફર મુદસ્સર ખાનની ત્રિપુટીએ કમાલ કરી દીધો છે, જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

Continues below advertisement

પવનસિંહ અને પાયલ દેવનુ આ ગીત 'કરંટ' માત્ર 20 કલાકમાં 3 મિલિયન વ્યૂઝને પાર કરી ગયુ છે. આની સાથે યુટ્યૂબના ટૉપ 5 ટ્રેન્ડિંગમાં આ ગીત આવી ગયુ છે. આ ગીતમાં પવનસિંહ કોઇ સેલિબ્રિટીની જેમ દેખાઇ રહ્યો છે. ‘કરંટ’ ગીતના લિરિક્સને મોહસિન શેખ અને પાયલ દેવે લખ્યુ છે. 

‘પવનસિંહનુ અત્યાર સુધીનુ સૌથી અલગ ગીત’- 
આના મ્યૂઝિક વીડિયોમાં સાઉથની સુંદર હીરોઇન રાય લક્ષ્મી દેખાઇ રહી છે, જેની સાથે પવનસિંહની કેમેસ્ટ્રી ખુબ જામી રહી છે. આ ગીતને આદિત્ય દેવે પ્રૉડ્યૂસ કર્યુ છે. વળી, પવનસિંહના પીઆરઓ રંજન સિન્હાએ બતાવ્યુ કે, આમ તો પવનસિંહનુ દરેક ગીત અલગ હોય છે, પરંતુ ‘કરંટ’ ભોજપુરી ગીત અત્યાર સુધીનુ સૌથી અલગ અને નવુ છે. પવનસિંહના આ સ્પેશ્યલ ભોજપુરી ગીતને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ બૉલીવુડ સ્ટાઇલમાં જ છે. 

કોઇ સ્ટાર એક્ટ્રેસથી કમ નથી ભોજપુરી હીરો પવનસિંહની આ હૉટ પત્ની-
ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર કહેવાતા પવનસિંહની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફ પણ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે તેના બે લગ્ન થયા છે. પહેલી પત્નીની આત્મહત્યા બાદ પવનસિંહે જ્યોતિસિંહ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

પવનસિંહની પહેલી પત્નીનુ નામ નિલમ હતુ, લગ્નના 6 મહિના બાદ નિલમે સુસાઇડ કરી લીધુ હતુ. કહેવાઇ રહ્યું છે કે તે એકલાપણા સામે ઝઝૂમી રહી હતી કેમકે પવનસિંહ પોતાના શૂટિંગમાં બિઝી હતો. આ પછી પવનસિંહ વર્ષ 2018માં જ્યોતિસિંહ સાથે લગ્ન કરી લીધા. લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ પણ થઇ હતી. કહેવાય છે કે પવનસિંહે ઘરવાળાના દબાણમાં આવીને બીજા લગ્ન કર્યા હતા, જ્યોતિસિંહ યુપીના બલિયા જિલ્લાની રહેવાસી છે. જ્યોતિસિંહ લાઇમ લાઇટથી ઘણી દુર છે, અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી છે. કદાચ આ જ કારણ છે કે લગ્ન બાદ જ્યોતિ અને પવનની બહુજ ઓછી અને ના બરાબર તસવીરો સામે આવી છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola