આ હોટ એક્ટ્રેસને 'સેક્સ વર્કર' ગણાવી દિલ્હીમાં સેક્સ માણવાના જાહેર કરાયા ભાવ, અભિનેત્રીએ કરી પોલીસ ફરિયાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપના સપ્પુ બોલિવૂડ, ભોજપુરી અને ગુજરાતીમાં 200 કરતા વધુ ફિલ્મો કરી ચૂકી છે. સપના બોલ્ડ સીન આપવાને લઇને ચર્ચામાં આવી હતી. ઇન્ટરનેટ પર ફરતી થયેલી પોતાની આવી તસવીરોને કારણે સપના શોકમાં છે. સપનાના મતે તે મુંબઇમાં પોતાના અઢી વર્ષના દીકરા સાથે એકલી જ રહે છે અને આ પ્રકારની ચીજોથી તેના કરિયર અને લાઇફ પર અસર પડે છે. સપનાએ કહ્યું કે, આ તેને બદનામ કરવાનો પ્રયાસ છે.
આ તમામ બાબતો પાછળ સપનાએ તેના સાસરિયા પર શંકા વ્યક્ત કરી હતી. સપનાએ કહ્યું કે, તેના દિયરને મારા અને મારા દીકરા સામે વાંધો છે. તે ઇચ્છતો નથી કે તેમની પ્રોપર્ટીમાં વધુ ભાગ પડે. હું મારી મહેનતની કમાણી ખાઉં છું. મને ડર છે કે કોઇ તેને અથવા તેના દીકરાની હત્યા કરાવી દે. સપનાએ અનેક ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. તેણે ધર્મેન્દ્ર, મિથુન અને અન્ય મોટા કલાકારો સાથે કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સપનાએ જૂલાઇ 2012માં વડોદરાના એક બિલ્ડર રાજેશ ગોયલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષોમાં સપના મા બની. ત્યારબાદ બંન્ને વચ્ચે સંબંધો ખરાબ થઇ ગયા. સપનાએ આરોપ લગાવ્યો હતો કે, તેના સાસરીયાએ પણ તેનો સાથ ન આપ્યો જેથી તે પોતાના દીકરી સાથે પાછી મુંબઇ આવી ગઇ.
મુંબઇઃ બોલિવૂડની એક્ટ્રેસ દેહવ્યાપારનો ધંધો કરતી હોવાની એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજની સાથે તે એક્ટ્રેસની તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, બોલિવૂડ એક્ટ્રેસ સપના સપ્પુની એક તસવીર લગાવી તે દેહવ્યાપારનો ધંધો કરતી હોવાનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસે આ મામલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.
પોલીસે કહ્યું કે, સપના પોતાની આગામી ફિલ્મ મેડમના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગમાંથી એક તસવીર તેણે ફેસબુક એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરને કોપી કરીને કોઇ અજાણ્યા વ્યક્તિએ અભદ્ર મેસેજ લખ્યો હતો. આ તસવીર સાથે એક્ટ્રેસનો એક નાઇટનો ભાવ પણ લખવામાં આવ્યો હતો. આ પ્રકારની એક્ટ્રેસની તસવીર સપનાના સંબંધીએ વ્હોટ્સએપ પર જોઇ હતી જેની જાણકારી સપનાને આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -