બિગ બોસમાં શ્રીસંતે કહ્યું, ‘વર્લ્ડકપ બાદ બધા ભૂલી ગયા હતા ત્યારે સચિને આપ્યો હતો સાથ’
મુંબઈઃ બિગ બોસ 12માં સામેલ થયેલા ભારતનો ફાસ્ટ બોલરે શરૂઆતના એક મહિના સુધી ક્રિકેટ અંગે નહીંવત્ ચર્ચા હતી. પરંતુ હવે તે ખુલીને ક્રિકેટ અંગે વાત કરી રહ્યો છે. શ્રીસંતે બિગ બોસમાં અનૂપ જલોટા સાથેની વાતચીતમાં સચિન સાથે તેના એક કિસ્સાને યાદ કર્યો હતો.
IPL 2013માં સ્પોટ ફિક્સિંગમાં સપડાયા બાદ શ્રીસંતની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે બાદ BCCI દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
શ્રીસંતે કહ્યું કે, વર્લ્ડ કપ બાદ લોકોએ મારું નામ લેવાનું બંધ કરી દીધું હતું. થોડા વર્ષો બાદ થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વર્લ્ડકપમાં તમામ ખેલાડીઓના યોગદાનની વાત કરવામાં આવી ત્યારે મારા સિવાય બધાના નામ લેવામાં આવ્યા. શ્રીસંતને કોઈએ યાદ પણ ન કર્યો.
શ્રીસંતે કહ્યું કે, તે સમયે સચિન તેંડુલકરે મારું નામ લીધું હતું અને આ માટે હું તેનો આભારી છું. સચિને કહ્યું હતું કે, તે મેચમાં શ્રી પણ હતો અને સારી બોલિંગ કરી હતી. સચિન તરફથી આ પ્રકારની પ્રશંસા કરવામાં આવતાં હું ભાવુક થઈ ગયો હતો.