બિગ બોસ-14 સિઝનની શરૂઆત ત્રણ ઓક્ટોબર 2020માં થઇ હતી. ઘરમાં પ્રતિસ્પર્ધીઓ તરીકે શહજાદ દેઓલ, જાન કુમાર સાનુ, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, પવિત્રા પુનિયા, અભિનવ શુક્લા, એઝાઝ ખાન, નિશાંતસિંહ મલકાની, સારા ગુરપાલ, જાસ્મિન ભસીન અને રૂબીના દિલાયક બિગ બોસના ઘર આવ્યા હતા.. આ બધા કલાકારોએ પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કર્યું.
આ સિવાય વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્રારા અલી ગોની, સોનાલી ફોગાટ, શાર્દુલ પંડિત, નૈના સિંહ અને કવિતા કૌશિકની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ ચેલેન્જર્સ તરીકે રાખી સાવંત, કાશ્મીરી શાહ, અર્શી ખાન, વિકાસ ગુપ્તા, રાહુલ મહાજન અને મનુ પંજાબી રહ્યા. આ બધાને હરાવીને, હવે ઘરમાં પાંચ લોકો બાકી છે, જેમાં રૂબીના દિલાયિક, રાખી સાવંત, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય અને અલી ગોનીનો સમાવેશ થાય છે.
બિગ બોસના કન્ટેસ્ટેન્ટની ફી શું છે?
આ પાંચમાંથી અલી ગોની સૌથી વધુ ફી લેનાર કન્ટેસ્ટન્ટ છે. તેમની એક સપ્તાહની ફી 14 લાખ રૂપિયા છે. જ્યારે રૂબીના દિલાઇક પાંચ લાખ રૂપિયા લઇ રહી છે.
જેસ્મીન પ્રતિ સપ્તાહ 3 લાખ ફી લઇ રહી છે તો અભિનવ શુક્લની પ્રતિ સપ્તાહ ફી 1.5 લાખ છે. રાહુલ વૈધની ફી 1 લાખ, નિક્કી પ્રતિ સપ્તાહ 1લાખ 20 હજાર અને રાખી સાવંત દર સપ્તાહ અઢી લાખ ફી લે છે.
અન્ય કન્ટેસ્ટેન્ટની ફી
- શહજાદ દેઓલ - 50 હજાર રૂપિયા
- જાન કુમાર સાનૂ - 80 હજાર રૂપિયા
- પવિત્રા પુનિયા - 1.5 લાખ રૂપિયા
- ઇઝાઝ ખાન - 1.8 લાખ રૂપિયા
- નિશાંતસિંહ મલકાણી - 2 લાખ રૂપિયા
- સારા ગુરપાલ - 2 લાખ રૂપિયા
આ હતી સિનિયર્સની ફી
- સિદ્ધાર્થ શુક્લ - 32 લાખ રૂપિયા
- હિના ખાન - 25 લાખ રૂપિયા
- ગૌહર ખાન - 20 લાખ રૂપિયા