Neena Gupta Autobiography: નીના ગુપ્તા (Neena Gupta) આજકાલ પોતાની ઓટોબાયોગ્રાફી ‘સચ કહૂં તો’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેને પોતાની જિંદગી સાથે જોડાયેલા દરેક પાસાઓને ખુલ્લા કર્યા છે, જેના વિશે કદાચ ગણતરીના લાકો જ અત્યાર સુધી જાણતા હશે. બાળપણથી લઇને અત્યાર સુધીના સફરને નીના ગુપ્તાએ પુસ્તક દ્વારા ફેન્સ સુધી પહોંચાડ્યુ છે. વળી, પોતાની આ આયોબાયોગ્રાફીમાં નીના ગુપ્તાએ તે કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે તે કોઇ સંગીત ફંક્શનમાં પરફોર્મ કરવા ગઇ અને ત્યાં દારુડિયાઓએ તેને ઘેરી લીધી હતી.  


અમદાવાદમાં પરફોર્મ કરવા ગઇ હતી નીના ગુપ્તા- 
આ તે સમયની વાત છે જ્યારે ખલનાયક ફિલ્મ રિલીઝ થઇ ચૂકી હતી, અને ફિલ્મના ગીત ચોલી કે પીછે જબરદસ્ત હિટ થઇ ચૂક્યુ હતુ. આ ગીતમાં નીના ગુપ્તા અને માધુરી દિક્ષિત દેખાઇ હતી, અને બન્નેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યાં હતા. તે સમય નીના ગુપ્તાને અમદાવાદમાં એક સંગીત સેરેમનીમાં પરોફોર્મ કરવાનુ હતુ, અને તેને પોતાની પરફોર્મન્સ પણ આપી દીધી હતી. પરંતુ ત્યારે નશામાં ધૂત કેટલાક દારુડિયાઓ તેને ફરીથી સ્ટેજ પર આવીને તેને ડાન્સ કરવાની જિદ્દ કરવા લાગ્યા હતા. આ જોઇને તે ખુબ ડરી ગઇ હતી કેમકે તે સમયે તેની સાથે તેની સાથે ફક્ત હેર ડ્રેસર જ હતા. 


આ દૂર્ઘટના બાદ નીના ગુપ્તાએ લીધો હતો મોટો ફેંસલો- 
નીના ગુપ્તા આ દૂઘર્ટના બાદ ખુબ ગભરાઇ ગઇ હતી, ત્યાર બાદ તેને આ ફેંસલો લીધો કે તે કોઇપણ શૉમાં ત્યારે જશે, જ્યારે પુરેપુરી પેમેન્ટ થશે. પોતાના પુસ્તકમાં નીના ગુપ્તાએ એ પણ જણાવ્યુ કે, જ્યારે તે કુંવારી મા બનવા જઇ રહી હતી ત્યારે સતિશ કૌશિકે તેને લગ્નની પ્રપૉઝસ આપી હતી. નીના ગુપ્તા ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહી હતી, અને આ દરમિયાન તે પ્રેગનન્ટ થઇ હતી. પરંતુ તેને લગ્ન ના કરવાનો ફેંસલો કર્યો હતો. તેને દરેક સ્થિતિનો સામનો કર્યો, દીકરી મસાબાને પોતાનુ નામ આપ્યુ અને એકલી જ તેને પાળી પોષીને મોટી કરી.