મુંબઇઃ બૉલીવુડ સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનના લગ્નની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તે તેમના લગ્ન અને લગ્ન બાદના પ્લાનિંગનો ખુલાસો થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા અને રણબીરના લગ્ન 14 થી 17 એપ્રિલની વચ્ચે થવાના છે. લગ્નની તૈયારીઓ પુરજોશથી ચાલુ થઇ ગઇ છે. આ ગ્રાન્ડ વેડિંગની નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. હવે સામે આવ્યુ છે કે લગ્ન બાદ આલિયા અને રણબીરનુ શું રહેવાનુ શિડ્યૂલ, ફરવા જશે કે નહીં, કે પછી ક્યારે હનીમૂન પર નીકળે. જાણો..... 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ રણબીર એક અઠવાડિયનો બ્રેક લેશે ત્યારબાદ તે મનાલી નીકળી જશે. મનાલીમાં એક્ટરની અપકમિંગ ફિલ્મ એનિમનનુ બે દિવસનુ શૂટ છે. વાત કરીએ એક્ટ્રેસ આલિયા ભટ્ટની તો રણવીર સિંહની સાથે આવનારી પોતાની ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીના એક સૉન્ગના શૂટિંગના સિલસિલામાં અઠવાડિયા સુધી આલિયા સ્વિત્ઝર્લેન્ડ જશે.
 
રિપોર્ટ પ્રમાણે, રણબીર કપૂર પણ આલિયા ભટ્ટની સાથે સ્વિત્ઝર્લેન્ડ જશે, વળી, રણબીર કપૂર આ પછી ફિલ્મ મેકર લવ રંજનની એક અપકમિંગ ફિલ્મનુ શૂટિંગ મુંબઇમાં જ કરશે, આ ફિલ્મમાં રણબીરની સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે. 


આ પણ વાંચો....... 


દેવધર રોપવે અકસ્માતઃ 'જીવતા રહેવા માટે અમે પેશાબ પીવા તૈયાર હતા', આર્મીના જવાન આવ્યા તો લાગ્યું ભગવાન આવ્યા....


આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો


Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ


Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા


Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત


આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે